નવી દિલ્હી: રણજી ટ્રોફી (Ranji Trophy) 2023-24 સિઝનની ફાઈનલ મેચમાં (The final match) મુંબઈની (Mumbai) ટીમે વિદર્ભને (Vidarbha) 169 રનથી હરાવીને 42મી વખત ટ્રોફી જીતી (win) છે. ફાઈનલ મેચના પ્રથમ દિવસે મુંબઇનું પ્રદર્શન સાધારણ રહ્યું હતુ. પરંતુ બાકીના તમામ ચાર દિવસમાં મુંબઈની ટીમનો (Team Mumbai) દબદબો જોવા મળ્યો હતો.
મુંબઈએ ટાઇટલ મેચ જીતવા માટે વિદર્ભને 538 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. જેને ચેઝ કરતા વિદર્ભની ટીમે તેની બીજી ઇનિંગમાં અગાવ કરતા પણ વધુ સારું બેટિંગ પ્રદર્શન કર્યું હતું. પરંતુ ટીમના પ્લેયર્સ માત્ર 368 રન સુધી જ પહોંચી શક્યા હતા. મુંબઈ માટે આ મેચમાં તનુષ કોટિયને અદભુત બોલીંગ વડે મહત્વની ભૂમિકા ભજવી હતી.
વિદર્ભના કેપ્ટનની સદી પણ ટીમને જીત અપાવી ન શકી
ફાઈનલ મેચના ચોથા દિવસે ટાર્ગેટનો પીછો કરવા આવેલી વિદર્ભની ટીમે દિવસની રમતના અંતે 5 વિકેટના નુકસાન પર 248 રન બનાવ્યા હતા. આ પછી ટીમને કેપ્ટન અક્ષર વાડકર પાસેથી મેચ વિનિંગ ઇનિંગ્સની અપેક્ષા હતી. પાંચમા દિવસની રમતના પહેલા સેશનમાં વિદર્ભની ટીમે એક પણ વિકેટ ગુમાવી ન હતી. પરંતુ આ પછી બીજા સેશનમાં મુંબઈની ટીમે પુનરાગમન કર્યું હતું.
મુંબઇની ટીમે પહેલા અક્ષય વાડકરને 102 રનના અંગત સ્કોર સાથે પેવેલિયન મોકલ્યો હતો. તેમજ હર્ષ દુબેને પણ 65ના અંગત સ્કોર પર પેવેલિયનમાં મોકલવામાં આવ્યો હતો. અહીંથી મુંબઇની ટીમને વિદર્ભની ઇનિંગ્સને સમેટવામાં વધુ સમય લાગ્યો ન હતો અને આખી ટીમ 368ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. મુંબઈ તરફથી આ ઇનિંગમાં તનુષ કોટિયાને 4 જ્યારે તુષાર દેશપાંડે અને મુશીર ખાને 2-2 વિકેટ ઝડપી હતી. આ સાથે જ શમ્સ મુલાની અને ધવલ કુલકર્ણી પણ 1-1 વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
મુંબઈએ આખી સિઝનમાં શાનદાર ખેલ બતાવ્યો
અજિંક્ય રહાણેની કપ્તાની હેઠળ આ રણજી સિઝનમાં મેદાન પર રમવા આવેલી મુંબઈની ટીમે ગ્રુપ મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં તેમણે 7માંથી 5 મેચ જીતી હતી. જ્યારે એક મેચ ડ્રો રહી હતી. એક મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બરોડા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ.
જણાવી દઇયે કે મુંબઈની ટીમ પ્રથમ દાવમાં મળેલી લીડના આધારે સેમિફાઈનલમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી હતી. જ્યાં ટીમે તમિલનાડુને એક વિકેટ અને 70 રને હરાવ્યું હતું. તેમજ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. મુંબઈ માટે આ રણજી સિઝનમાં સૌથી વધુ રન ભૂપેન લાલવાણીએ ફટકાર્યા હતા. જેમણે 10 મેચમાં 39.2ના સરેરાશથી 588 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ વિકેટ મોહિત અવસ્થીએ લીધી. મોહિત 8 મેચમાં 35 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.