મુંબઈ: મુંબઇ (Mumbai)ના પૂર્વ પોલીસ કમિશનર (Former police commissioner) પરમબીર સિંહ (Parabvir sinh)ની મુશ્કેલીઓ વધી રહી છે. 100 કરોડની વસૂલાત બાદ હવે તેમની સામે 15 કરોડ રૂપિયાની ખંડણી (Ransom) માંગવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પૂર્વ પોલીસ કમિશનર સામે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશન (Marin drive police station)માં એફઆઈઆર (Fir) નોંધાઈ છે. એક ઉદ્યોગપતિએ આઠ લોકો સામે એફઆઈઆર નોંધાવી છે.
બિલ્ડર પાસે તેની સામેનો કેસ પાછો ખેંચવા બદલ રૂ .15 કરોડની માંગણી કરવા બદલ અન્ય પાંચ પોલીસકર્મીઓ અને બે અન્ય લોકો સામે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે આ માહિતી આપી હતી. બિલ્ડરની ફરિયાદના આધારે દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે આ મામલે વધુ વિગતો આપી ન હતી. તેમણે કહ્યું કે આ સંદર્ભમાં બિલ્ડરના બે ભાગીદારો સુનીલ જૈન અને સંજય પૂર્ણિમાની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, પોલીસ અધિકારીઓની સાથે મળીને જૈન અને પૂર્ણિમાએ કેટલાક કેસ પાછા ખેંચવા બિલ્ડર પાસે 15 કરોડની માંગ કરી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે બિલ્ડરે પોતાની ફરિયાદમાં મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અને અન્ય લોકોનું નામ લીધું છે.
15 કરોડની લાંચ માંગવા બદલ ફરિયાદ
કેસ દાખલ કરનાર બિલ્ડરે આરોપ લગાવ્યો છે કે તેની સામે કેટલાક કેસો અને ફરિયાદો નોંધાય તેના બદલામાં 15 કરોડની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદમાં ઉલ્લેખ થયેલ નામના પોલીસ અધિકારીઓમાંથી એક મુંબઇ પોલીસના ક્રાઈમ બ્રાંચ યુનિટમાં ડીસીપી છે. જ્યારે અન્ય પોલીસકર્મીઓ ક્રાઈમબ્રાંચના જુદા જુદા એકમોમાં ઇન્સ્પેક્ટરના હોદ્દા પર પોસ્ટ છે. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ અધિકારી આ કેસથી સંબંધિત અન્ય અધિકારીઓની ટૂંક સમયમાં પૂછપરછ કરશે.
પરમબીરસિંહે અનિલ દેશમુખ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા
તમને જણાવી દઈએ કે પૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે 100 કરોડની વસૂલાત માટે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આક્ષેપ લાદ્યા હતા. આ કેસ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ આવ્યો હતો. તેમના આરોપ બાદ અનિલ દેશમુખે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. તે જ સમયે, પરમબીરસિંહે પણ ખુરશી ગુમાવી હતી. 100 કરોડની વસૂલાતનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જોકે, ટોચની કોર્ટે હાઈકોર્ટમાં ખસેડવાનું કહ્યું હતું. જેમાં સચિન વાઝે વિરુદ્ધ હાલ કેસ યથાવત છે.