મુંબઈ: સાઉથના સુપરસ્ટાર પ્રભાસ (Prabhas) અને પૂજા હેગડેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રાધે શ્યામ’ (Radhe Shyam)આખરે આજે એટલે કે 11 માર્ચ 2022 ના રોજ રિલીઝ થઈ ગઇ છે. ઘણા સમયથી પ્રભાસના ફેન્સ તેની ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ કોરોનાને (Corona) કારણે ઘણી વખત તેની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી રહી હતી. જો કે બાહુબલી પછી પ્રભાસે ફિલ્મ ‘સાહો’માં કામ કર્યું હતું. જે બોક્સ ઓફિસ પર ખાસ હિટ ન રહી હતી. પરંતુ આ ફિલ્મના ફ્લોપથી પ્રભાસના ફેન ફોલોઈંગ પર કોઈ અસર જોવા મળી નથી. રાધે શ્યામના એડવાન્સ બુકિંગ મૂવીના રિલીઝ પહેલા જ થવા લાગ્યા હતાં. આ મૂવી જોવા માટે લોકો એટલા તત્પર હતાં કે રિલીઝ થતાં પહેલા જ મોટે ભાગના શો હાઉસફુલ થઈ ગયા હતાં.
આ મૂવી માટે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ માત્ર ઉત્તરમાં જ પાંચથી છ કરોડની ધમાકેદાર ઓપનિંગ નોંધાવી શકે છે. રાધે શ્યામને ટક્કર આપવા માટે મોટી સ્ક્રીન પર ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને ‘ધ બેટમેન’ જેવી ફિલ્મો પહેલેથી પડદા ઉપર ચાલી રહી છે. આજે રાધે શ્યામની સાથે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પણ આજે રિલીઝ થઈ છે. રાધે શ્યામ દેશભરની ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ છે અને જો તેની તેલુગુ રિલીઝની વાત કરવામાં આવે તો પ્રભાસ તેલુગુ સિનેમાનું ખૂબ મોટું નામ છે. તેમની ફેન ફોલોઈંગ તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં વધારે જોવા મળે છે. તેનો ફાયદો તેની ફિલ્મને ચોક્કસ મળશે તેવો અનુમાન છે. રાધે શ્યામ અત્યાર સુધી દુનિયાભરમાં 200 કરોડથી વધુનો બિઝનેસ કરી ચૂકી છે.
પૂજા હેગડે પણ સાઉથ ઇન્ડસ્ટ્રીનો ઓળખીતો તેમજ ચર્ચામાં રહેલો ચહેરો છે. પ્રભાસની લોકપ્રિયતા એ છે કે રાધે શ્યામ બિઝનેસના મામલે પણ રેકોર્ડ બનાવી ચૂક્યા છે. મળતી માહિતી મુજબ જો રાધે શ્યામ મૂવીનો લોકોમાં આટલો જ ક્રેઝ જોવા મળશે તો પહેલા અઠવાડિયામાં જ ફિલ્મની કમાણી 300 કરોડને પાર કરી શકે છે. ફિલ્મના થિયેટ્રિકલ રાઇટ્સ 210 કરોડ રૂપિયામાં વેચાયા છે. આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમારે કર્યું છે. ‘રાધે શ્યામ’માં પ્રભાસ અને પૂજા હેગડે સિવાય ભાગ્યશ્રી અને જગપતિ બાબુ લીડ રોલમાં છે.