National

મુંબઇ: મહિલા ડોક્ટરની આઇસક્રીમમાં મળી આંગળી, પછી થયું આવું..

મુંબઇ: મહારાષ્ટ્રના (Maharashtra) મુંબઈમાં એક ચોંકાવનારી બની હતી. અહીં એક ડોક્ટરે (Doctor) ઓનલાઈન હોમ ડિલિવરી એપ દ્વારા ખાવા માટે આઈસક્રીમનો (Icecream) ઓર્ડર આપ્યો હતો, પરંતુ જ્યારે તેણીએ આ આઇસક્રીમ ખાવાનું શરૂ કર્યું ત્યારે તેણીને તેમાં આંગળી (Finger) દેખાઈ હતી. જે બાદ ડોક્ટરે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈના મલાડ વિસ્તારના રહેવાસી 27 વર્ષીય ડૉ. ઓર્લેમ બ્રાન્ડોન સેરાવે ગઇકાલે બુધવારે Zepto ડિલિવરી એપ પરથી કોન આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો હતો. આ આઈસ્ક્રીમનું નામ યુમ્મો બટરસ્કોચ છે. ઓર્ડર કર્યા ના થોડા સમય બાદ ડિલિવરી બોયએ દોક્ટરને તેણીનું પેકેટ સોપ્યું હતું, ત્યારબાદ તેણીએ આ પેકેટ ખૂબ જ ઉત્સાહથી ખોલી આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું હતું, પરંતુ જ્યારે તેણીએ ખાતી વખતે આઈસ્ક્રીમ જોયો તો તે ચોંકી ગઇ. કારણ કે તેણીને આઇસક્રીમની અંદર એક વ્યક્તિની કાપેલી આંગળી મળી હતી. જે લગભગ 2 સેન્ટિમીટર લાંબી હતી. ત્યાર બાદ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમજ મામલાની નોંધ લેતા પોલીસે એફઆઈઆર નોંધી અને આંગળીને ફોરેન્સિક તપાસ માટે મોકલી હતી.

ડોક્ટરે આઇસક્રીમનો આર્ડર આપ્યો
પોલીસે આ મામલાની માહિતી આપતા જણાવ્યું હતું કે જેની આઈસ્ક્રીમની અંદરથી કપાયેલી આંગળી મળી આવી હતી તે વ્યક્તિ વ્યવસાયે MBBS ડોક્ટર છે. જ્યારે સેરારાવની બહેન ઘર માટે કરિયાણાનો ઓર્ડર આપી રહી હતી, ત્યારે તેણીએ તેની બહેનને આઈસ્ક્રીમ મંગાવવાનું કહ્યું હતું. તેમજ આઇસક્રીમ મળતા જ તેને ખાવા જતા આઇસક્રીમમાંથી આંગળી મળી હતી. તેમજ ફરિયાદ મળતા જ આ મામલાની નોંધ લઈને મુંબઈના મલાડ પોલીસ સ્ટેશનમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ આ આઈસ્ક્રીમનું ઉત્પાદન કયાં સ્થળોએ કરવામાં આવ્યું હતું તેની પણ તપાસ કરશે જેથી કરીને આઇસક્રીમમાં કોની આંગળી હતી તેની પુષ્ટિ થઈ શકે. હાલ મલાડ પોલીસે યુમ્મો આઈસ્ક્રીમ કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને આઈસ્ક્રીમને તપાસ માટે મોકલી આપ્યો છે. ઉપરાંત, પોલીસે આ મામલામાં એફઆઈઆર નોંધી હતી અને આંગળીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી હતી. જેનો રિપોર્ટ આવતા જ આગળની તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ જે લોકો પણ સમગ્ર કાંડમાં સામેલ હશે તેમને સજા ચોક્કસ મળશે.

Most Popular

To Top