National

મુંબઈથી અમૃતસર જઈ રહેલી ગોલ્ડન ટેમ્પલ મેલ ટ્રેન પર પથ્થરમારો

મુંબઈ : મુંબઈ (Mumbai) થી અમૃતસર (Amritsar) જઈ રહેલી ગોલ્ડન ટેમ્પલ મેલ (Golden Temple Mail) પર અજાણ્યા યુવકોએ પથ્થર મારો કર્યો હતો. જોકે આ ધટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. પરંતુ આ પથ્થરમારાનાં કારણે ટ્રેનમાં સવાર મુસાફરોમાં દોડધામ મચી ગઈ હતી અને ડરનો માહોલ ઉભો થયો હતો.

મુંબઈથી અમૃતસર જવા નીકળેલી ગોલ્ડન ટેમ્પલ મેલ ગાડી નંબર 12903 પોતાના નિર્ધારીત સમયે 12મેના રોજ મુંબઈ થી રવાના થઈ હતી. ગોલ્ડન ટેમ્પલ મેલ 13 મેના રોજ રાત્રે વ્યાસ રેલવે સ્ટેશન પર પહોચી હતી. વ્યાસ રેલવે સ્ટેશન પર સ્ટોપ લીધા પછી ટ્રેન 12.45 સ્ટેશનથી અમૃતસર માટે રવાના થઈ હતી. ત્યારે ટ્રેનનાં ટ્રેક પર આવી એકાએક અજાણા વ્યક્તિઓએ ટ્રેન પર પથ્થર મારો કર્યો હતો. જેમા એસી કોચ B1 અને B2ની ઘણી બારીઓના કાચ તૂટી ગયા હતા. જેના કારણે ટ્રેનમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

B1 અને B2ની કાચની બારીઓ પર પથ્થરો પડતાં ભયનો માહોલ
ગોલ્ડન ટેમ્પલ મેલ ટ્રેન મુંબઈ થી અમૃતસર જઈ રહી હતી. ત્યારે રાત્રે વ્યાસ રેલવે સ્ટેશનની આગળ અજાણા વ્યક્તિઓએ ટ્રેન પર પથ્થરો કર્યો હતો. જેમાં ટ્રેનમાં સવાર મુસાફરોઓને કોઈપણ પ્રકારનુ નુકસાન પહોંચ્યુ નથી. પરંતુ B1 અને B2ની કાચની બારીઓ પર પથ્થરો પડતાં પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની હતી. આ ઘટનાની જાણકારી મળતા રેલવે પ્રશાસન એકટિવ થયુ હતુ. રેલવે પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

જાનહાનિ નહીં પણ ટ્રેનની બારીઓનુ બહારની બાજુના કાચ ટુટી ગયા હતા: મુસાફર પ્રવીણભાઈ જૈન
ટ્રેનમાં સાવાર મુસાફર પ્રવીણભાઈ જૈન જે મુંબઈથી અમૃતસર જઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, એસી કોચ B1 અને B2ની ઘણી બારીઓના કાચ તૂટી ગયા હતા. ટ્રેનમાં ડબલ લેયર હોવાના કારણે ટ્રેનમાં સવાર મુસાફરોને કોઈ નુકસાની પહોચી ન હતી. ટ્રેનની બારીઓનુ બહારની બાજુના કાચ ટુટી ગયા હતા જ્યારે અંદરની બાજુના કાચમાં માત્ર ક્રેક જ પડ્યા હતા.

Most Popular

To Top