નવી દિલ્હી : મલ્ટી નેશનલ કંપનીઓમાં (Multi National Company) છટણીનો દોર છેલ્લા કેટલાય મહીંનાઓથી ચાલી રહ્યો છે. વિદેશોની (Foreign Countries) મોટી-મોટી કંપનીઓમાં (Companies) પણ ગત મહિનાઓમાં આજ રીતે કર્મચારીઓને છુટા કરવાનો દોર લગાતાર ચાલ્યો હતો. ત્યારે હવે એડટેક યુનિકોર્ન સ્ટાર્ટઅપ BYJU એ 1,000 થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. કંપનીએ અંદાજિત તમામ એન્જિનિયરિંગ ટીમોમાંથી 15 ટકાની છટણી કરી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ટેક અને એન્જિનિયરિંગ ટીમમાંથી 30 ટકા કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી.
- કંપનીએ અંદાજિત તમામ એન્જિનિયરિંગ ટીમોમાંથી 15 ટકાની છટણી કરી
- છેલ્લા બે વર્ષના સમયગાળા દરમ્યાન કંપનીએ રૂ. 4,589 કરોડની ખોટ નોંધાવી હતી
- ઓક્ટોબરમાં ટેક અને એન્જિનિયરિંગ ટીમમાંથી 30 ટકા કર્મચારીઓની છટણી કરી હતી
કંપનીને 4,589 કરોડનું નુકસાન
પ્રાપ્ત જાણકરી અનુસાર છેલ્લા બે વર્ષના સમયગાળા દરમ્યાન કંપનીએ રૂ. 4,589 કરોડની ખોટ નોંધાવી હતી જે ભારતીય સ્ટાર્ટઅપ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી છે. કંપનીની આવકમાં 3.3 ટકાનો ઘટાડો થયો છે. રસપ્રદ વાત એ છે કે, કંપનીનું FY2011 લગભગ 18 મહિના વિલંબિત થયું હતું. BYJUએ FY21માં જાહેરાત અને માર્કેટિંગ પર રૂ. 2,500 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. કંપનીએ FIFA વર્લ્ડ કપના સત્તાવાર સ્પોન્સર બનવા માટે $40 મિલિયન (રૂ. 330 કરોડ) ખર્ચ્યા હતા.
2019માં આક્ષેપો થયા હતા
2019 માં ઓપ્પો પાસેથી સ્પોન્સરશિપ લીધા પછી કંપની ભારતીય ક્રિકેટ ટીમની મુખ્ય સ્પોન્સર બની ગઈ હતી તેવા આક્ષેપો પણ થયા હતા. તેણે દ્વિપક્ષીય મેચ દીઠ રૂ. 4.61 કરોડ અને પ્રતિ મેચ રૂ. 1.51 કરોડ ચૂકવ્યા હતા. તેણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સાથે 55 મિલિયન ડોલર (રૂ. 454 કરોડ) નો કરાર પણ રીન્યુ કર્યો હતો. તમને જણાવી દઈએ કે તાજેતરના ભૂતકાળમાં IBM અને SAP જેવી કંપનીઓ સહિત અન્ય ઘણી ટેક કંપનીઓએ પણ મોટી સંખ્યામાં પોતાની એમ્પ્લોયને નોકરીઓમાંથી છૂટા કરવામાં આવ્યા હતા.