World

મોટો ખુલાસો: મુલ્લા બરાદરના પાસપોર્ટથી તાલિબાન માટે પાકિસ્તાની સમર્થનનો પર્દાફાશ થયો

છેલ્લા ઘણા દિવસોથી તાલિબાનો (Taliban)ને પાકિસ્તાની (Pakistani) સમર્થન પર ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે અફઘાનિસ્તાન (Afghanistan)માં નવી રચાયેલી તાલિબાની સરકારમાં નાયબ વડા પ્રધાન મુલ્લા અબ્દુલ ગની બરાદર (Mulla baradar)નો પાકિસ્તાની પાસપોર્ટ (passport) અને ઓળખપત્ર (ID card) મળી આવ્યો છે. 

બંને દસ્તાવેજો (dovument)માં તેનું નામ મોહમ્મદ આરીફ આગા (Mo aarif aaga) તરીકે નોંધાયેલું છે. આ સાથે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ (ISI)એ તાલિબાનને કાબુલ પર કબજો જમાવવાના ઓપરેશનમાં મદદ કરી હોવાના સમાચાર ફરી એકવાર મજબૂત થયા છે. આ રીતે સાબિત થાય છે કે પાકિસ્તાને તાલિબાનને અફઘાન સત્તામાં પરત લાવવામાં ઘણી મદદ કરી છે. મુલ્લા બરાદરનું પાકિસ્તાની ઓળખ કાર્ડ (ક્રમાંક નંબર: 42201-5292460-5) 10 જુલાઈ 2014 ના રોજ જારી કરવામાં આવ્યું હતું. આમાં, તેમના જન્મ વર્ષનો ઉલ્લેખ 1963 તરીકે કરવામાં આવ્યો છે. તે જ સમયે, પિતાના નામની કોલમમાં સૈયદ એમ નઝીર આગા લખાયેલ છે. આ ઓળખપત્ર આજીવન માન્ય છે. પાકિસ્તાનના રજિસ્ટ્રાર જનરલે તેના પર યોગ્ય હસ્તાક્ષર કર્યા છે. તે જ સમયે, જો આપણે મુલ્લા બરાદારના પાકિસ્તાની પાસપોર્ટની વાત કરીએ, તો તેનો નંબર ‘GF680121’ છે. તે પણ 10 જુલાઈ 2014 ના રોજ જારી કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાન પર લાંબા સમયથી અફઘાન સુરક્ષા દળો વિરુદ્ધ તાલિબાનને લશ્કરી, નાણાકીય અને ગુપ્તચર સહાય પૂરી પાડવાનો આરોપ છે. જો કે, ઈસ્લામાબાદએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને સખત રીતે નકાર્યા છે. ‘કાબુલ વોચર્સ’ અનુસાર, મુલ્લા બરદારે મુલ્લા ઉમરની સાથે મળીને તાલિબાનની સ્થાપના કરી. તેઓ પાકિસ્તાનના ક્વેટામાં રહેતા હતા અને તાલિબાનની શૂરા કાઉન્સિલના સભ્ય હતા. તેઓ મોહમ્મદ આરીફ આગા તરીકે પણ જાણીતા હતા. તે અમેરિકા સહિત અન્ય પશ્ચિમી દેશો સાથે શાંતિ સોદા દરમિયાન શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનેકઝાઈ સાથે દોહામાં તાલિબાનના રાજકીય મિશનનું નેતૃત્વ કરી રહ્યો હતો.

બરદારની ખાસ વિશેષતાઓ
મુલ્લા બરાદર તાલિબાનના સ્થાપકોમાંના એક છે.
1994 માં તેઓ તાલિબાનની રચનામાં પણ સામેલ હતા.
1996 થી 2001 ના શાસન દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી.
2001 માં અમેરિકાના હુમલા બાદ તે દેશ છોડીને ભાગી ગયો હતો.
2010 માં તેની પાકિસ્તાનના કરાચીથી ધરપકડ કરવામાં આવી હતી.
તેણે કતારના દોહામાં તાલિબાનની રાજકીય કાર્યાલયની કમાન સંભાળી.

Most Popular

To Top