નવી દિલ્હી: ગત અઠવાડીયે શેરબજાર (Stock market) ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું હતું. દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં (Bombay Stock Exchange) લિસ્ટેડ ટોપ-10 કંપનીઓમાંથી સાતના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ત્રણ કંપનીઓ અને તેમના રોકાણકારોએ મોટો નફો કર્યો હતો. જેમાં મુકેશ અંબાણીની (Mukesh Ambani) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (Reliance Industries), શેરધારકોને (shareholders) લાભ આપવાના મામલે ટોચ પર છે.
દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં એક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના રોકાણકારોએ ગયા અઠવાડિયાના પાંચ ટ્રેડિંગ દિવસોમાં લગભગ રૂ. 50,000 કરોડની કમાણી કરી છે. પીટીઆઈના અહેવાલ મુજબ આ સમયગાળા દરમિયાન રિલાયન્સની માર્કેટ મૂડી (રિલાયન્સ MCap)માં રૂ. 47,021.59 કરોડનો વધારો થયો છે. ત્યાર બાદ કંપનીનું મૂલ્ય વધીને રૂ. 17,35,194.85 કરોડના સ્તરે પહોંચી ગયું છે. આ આંકડા સાથે મુકેશ અંબાણીની પેઢી મૂલ્યની દ્રષ્ટિએ નંબર-1 બની છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત જે બે કંપનીઓનું બજાર મૂલ્ય વધ્યું છે તેમાં હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) અને , ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન જ્યારે HUL MCap રૂ. 12,241.37 કરોડ વધીને રૂ. 6,05,043.25 કરોડે પહોંચ્યો હતો. ત્યારે HDFC બેન્કનું માર્કેટ કેપ રૂ. 11,049.74 કરોડનો વધારો નોંધાવ્યો હતો. જે વધીને રૂ. 12,68,143.20 કરોડ થયો હતો.
ICICI બેંકની માર્કેટ કેપ (ICICI Bank MCap) ગયા અઠવાડીયે રૂ. 30,235.29 કરોડનો ઘટાડો નોંધાવ્યો હતો. તેમજ જે ઘટીને 6,97,095.53 થઈ ગયો છે. હજી આ આંકડાઓમાં કરોડ રૂપિયા બાકી છે. ત્યાર બાદ ટાટા ગ્રુપની IT કંપની TCSનું માર્કેટ કેપ 12,715.21 કરોડ રૂપિયા ઘટીને 13,99,696.92 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ સાથે જ દેશની સૌથી મોટી બેંક SBIનું મૂલ્ય પણ ઘટીને રૂ. 5,68,185.42 કરોડ થયું હતું. જેના કારણે રોકાણકારોને રૂ. 10,486.42 કરોડનું નુકસાન થયું હતું.
માર્કેટ કેપમાં ઘટાડા વાળી અન્ય કંપનીઓમાં, ઈન્ફોસિસ (ઈન્ફોસિસ MCap)નું મૂલ્ય રૂ. 7,159.5 કરોડ ઘટીને રૂ. 6,48,298.04 કરોડ થયું હતું. જ્યારે ITC MCap રૂ. 3,991.36 કરોડ ઘટ્યું હતુ જે રૂ. 5,67,645.03 કરોડ થયું હતું. તેમજ ભારતીનું એરએમસીએપ માં રૂ. 2,108.17 કરોડનો ઘટાડો થયો હતો. જે ઘટીને રૂ. 5,56,134.58 કરોડ થયો હતો. અન્ય ટોપ-10 કંપનીઓમાં સામેલ LICનું માર્કેટ વેલ્યુએશન રૂ. 2,087.25 કરોડ ઘટીને રૂ. 5,01,635.57 કરોડ થયું હતું.