વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું ગુજરાતી ડિપાર્ટમેન્ટ આવ્યું વિવાદમાં
એમ એસ યુનિવર્સિટી ની આર્ટસ ફેકલ્ટીમાં ગુજરાતી ડિપાર્ટમેન્ટના એચ ઓ ડી ભરત પંડ્યા અને એસોસીએટ પ્રોફેસર ડોક્ટર દર્શની દાદાવાલાએ પરીક્ષામાં પ્રોજેક્ટ વર્ગના મૂલ્યાંકનને લઈને એકબીજા પર આક્ષેપો કર્યા હતા. પરિણામે વિદ્યાર્થીઓએ ઘરે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં એસોસિયેટ પ્રોફેસર ડોક્ટર દર્શની દાદાવાલાએ અને એચઓડી ભરત પંડ્યા વચ્ચે વિવાદ સર્જાયો છે. આ સમગ્ર મામલામાં ગુજરાતી વિભાગના એમ.એ બે અને ચાર સેમિસ્ટરના વિદ્યાર્થીઓની સેમિસ્ટર એન્ડ પરીક્ષામાં પ્રોજેક્ટ વર્ગનું મૂલ્યાંકન કરવાનું હોય છે. આ યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષા છે અને પરીક્ષક તરીકે કયા શિક્ષક કાર્ય કરશે તેની નિમણુંક યુનિવર્સિટી દ્વારા જ કરાતી હોય છે. તે અંગેની જાણ જે તે શિક્ષકને ઈ-મેલ દ્વારા કરવામાં આવે છે. ત્યારે પ્રોજેક્ટ વર્ગના વિદ્યાર્થીઓએ ભેગા થઈ સૂત્રો ઉચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં પ્રોજેક્ટના મૂલ્યાંકનને લઈને એસોસિયેટ પ્રોફેસર ડોક્ટર દર્શની દાદાવાલાએ તેમને આજ દિન સુધી કોઈ ઇમેલ ન મળ્યો હોવાનું જણાવ્યું હ.તું સાથે જ એચઓડી ભરત પંડ્યા વિદ્યાર્થીઓના ટોળા ભેગા કરી ધાક ધમકી આપી તેમને માનસિક રીતે હેરાન કરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા.
