પ્રો.અઝહર ઢેરીવાલે પોતાના ઉપર કરાયેલા આક્ષેપોને ફગાવ્યા
પ્રોઓફેસરના પત્નીએ તેમના પતિના કેરિયર પૂરું કરવા ષડયંત્ર કરાયું હોવાના આક્ષેપ સાથે છેક સુધી લડી લેવાની વાત કરી


(પ્રતિનિધિ) વડોદરા તા. 12
જગવિખ્યાત શહેરની એમ.એસ.યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના હિન્દી વિભાગના લઘુમતી કોમના એસો.પ્રોફેસર દ્વારા હિન્દુ વિધ્યાર્થિનીનો ઘર સુધી પીછો કરતા તથા વિધ્યાર્થીનીને તેના રૂમમાં લઇ જવા વારંવાર હાથથી ઇશારા કરી જણાવનાર અને યુવતી ના પાડે તો કેરિયર બરબાદ કરી દેવાની ધમકી આપનાર પ્રો.સામે પિડિતા તથા તેની માતા અને બહેનપણી દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ઉચ્ચ અધિકારીઓ ને પણ ફરિયાદ કરતાં આજરોજ સયાજીગંજ પોલીસ દ્વારા વિવાદમાં આવેલા લઘુમતી કોમના પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલની અટકાયત કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, એક સમયના જગવિખ્યાત એવી શહેરની એમ.એસ.યુનિવર્સિટીમા વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમાં શનિવારે એક વિધ્યાર્થીની પોતાની માતા અને બહેનપણી સાથે સયાજીગંજ પોલીસ સ્ટેશને પહોંચી હતી અને એમ.એસ.યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ આર્ટસ ના હિદી વિભાગ પાસે ગત તા. 04ડિસેમ્બર 2024ના રોજ બપોરના સુમારે લઘુમતી કોમના એસો. પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલાએ ભોગ બનનાર વિધ્યાર્થિનીને તેના રૂમમાં લઇ જવા માટે વારંવાર જણાવી હાથથી ઇશારો કરતાં વિધ્યાર્થિનીએ ના પાડતાં તેનું કેરિયર બરબાદ કરી દેવાની ધમકી આપી હતી અને વિધ્યાર્થિનીના ઘર સુધી પીછો કરી તે વિધ્યાર્થિનીને ખોટી વાતો ઉપજાવી બદનામ કરવાની કોશિશ તથા વિધ્યાર્થિનીનુ બ્રેઇનવોશ કરી ધર્મ પરિવર્તન કરાવવા માગતો હોવાની ફરિયાદથી પોલીસ બેડામાં તથા એમ.એસ.યુનિવર્સિટી અને શહેરમાં ખળભળાટ મચી ગયો હતો ત્યારે રવિવારે સયાજીગંજ પોલીસ દ્વારા પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલાની ધરપકડ કરી સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી છે.પીડિતા વિધ્યાર્થિનીની બહેનપણી એ શનિવારે મિડિયા સમક્ષ ઘટસ્ફોટ કરી લઘુમતી કોમના પ્રોફેસર સામે પોતાની બહેનપણી સાથે જાતિય સતામણી કરાઇ હોવાના આક્ષેપ કરાયા હતા અને તેને માનસિક રીતે પ્રતાડિત કરવામાં આવી રહી હતી હતી ‘નેક’ની પરીક્ષાના અને કોલેજમાં પીએચડી કરાવના પોતાની બહેનપણીનુ બ્રેઇન વોશ કરાયું હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા સાથે જ લઘુમતી કોમના પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલા પોતાની સહેલીનુ ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરવા દબાણ કરતો હતો જ્યારે કે આ પ્રોફેસર પરિણીત છે અને બે બાળકોનો પિતા છે.વધુમા તેણીએ આક્ષેપો કર્યા હતા તે મુજબ પોતાની બહેનપણીને ઓફિસમાં એકલામાં બોલાવી ખોટી રીતે ટચ કરતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા.સમગ્ર મામલે પીડિતા વિધ્યાર્થીનીએ તેની માતા અને બહેનપણી સાથે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સયાજીગંજ પોલીસ દ્વારા વિવાદમાં સપડાયેલા લઘુમતી કોમના એસો.પ્રોફેસર મોહમ્મદ અઝહર ઢેરીવાલાની અટકાયત કરી હતી ત્યારે મિડિયા સાથેની વાતચીતમાં પ્રોફેસરે પોતાના ઉપર ખોટા આક્ષેપો કરાયા હોવાની વાત સાથે સચ્ચાઇ બહાર લાવવાની વાત કરી હતી તો બીજી તરફ પ્રોફેસરની પત્નીએ પોતાના પતિના બચાવમાં ઉતરી આ સમગ્ર આક્ષેપો ષડયંત્રના ભાગરૂપે કરાયાં હોવાનું જણાવ્યું હતું સાથે જ છેલ્લે સુધી કાનૂની લડાઇ લડી લેવાની વાત સાથે સચ્ચાઈ જરૂર બહાર આવશે તેમ જણાવ્યું હતું. હાલમાં સયાજીગંજ પોલીસ દ્વારા વિવાદમાં ઘેરાયેલા લઘુમતી કોમના પ્રોફેસર ની અટકાયત કરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.