Vadodara

MSUમાં ત્રીજા વર્ષની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિની ગેરરીતિ કરતા પકડાઈ

વિદ્યાર્થિનીએ સુપરવાઈઝર સમક્ષ દલીલો કરી વાલી બોલાવવાની ચીમકી આપી

સુપરવાઈઝરના ચેકીંગ દરમિયાન વધુ 5 કોપી કેસ નોંધાયા

( પ્રતિનિધિ ) વડોદરા તા.18

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હાલ તમામ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે. તેવા સમયે જનરલ એજ્યુકેશન બિલ્ડીંગ ખાતે ત્રીજા વર્ષની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થિની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાતા તેણે સુપરવાઈઝર સમક્ષ દલીલો કરી વાલી બોલાવવાની ધમકી ઉચ્ચારી હતી. જોકે અંતે ગેરરીતી કરનાર વિદ્યાર્થીનીએ પોતાની ભૂલ સ્વીકારી હતી.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હાલ વિવિધ વર્ષના વિદ્યાર્થીઓની રેગ્યુલર અને એટીકેટીની પરીક્ષાઓ ચાલી રહી છે જેમાં કોમર્સ ફેકલ્ટીના ત્રીજા વર્ષના છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા યોજાઇ હતી. જેમાં કોમર્સ ફેકલ્ટીની જનરલ એજ્યુકેશન બિલ્ડીંગ ખાતે ત્રીજા વર્ષના છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષામાં ઇન્ટરનેશનલ ઓફ ફાઈનાન્સ વિષયનું પેપર હતું. જેમાં એક ક્લાસરૂમમાં વિદ્યાર્થીની ગેરરીતિ કરતી હોવાનું નજરે ચઢતા સુપરવાઇઝર દ્વારા આ વિદ્યાર્થીની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરતાં વિદ્યાર્થીની આવેશમાં આવી ગઈ હતી. અને તેણે સુપરવાઇઝર સમક્ષ ઉગ્ર દલીલ કરી વાલી બોલાવવાની ધમકી ઉચ્ચારી હતી. જોકે સુપરવાઇઝર સહિતના સ્ટાફે કોઈપણ પ્રકારની મચક નહીં આપતા અંતે વિદ્યાર્થીનીએ પોતાની ભૂલ સ્વીકારી યુનિવર્સિટી તંત્રની કામગીરીમાં સહકાર આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કોમર્સ ફેકલ્ટીની જનરલ એજ્યુકેશન બિલ્ડીંગ ખાતે યોજાયેલી પરીક્ષા દરમિયાન વધુ પાંચ જેટલા કોપી કેસના બનાવો નોંધાયા છે.

Most Popular

To Top