Entertainment

“83”ના પ્રમોશનમાં રણવીર સિંહે આ શું કર્યું? કોઈ મહિલાને નહીં પણ આ ક્રિકેટરને કરી “લીપ કિસ”

કબીર ખાનની (Kabir Khan) 24 ડિસેમ્બરના રોજ આવનારી મૂવી ’83’ના પ્રીમિયર માટે બુધવારની (Wednesday) રાત્રિએ ઘણા ભારતીય ક્રિકેટરો (Crickter) અને બોલિવૂડ સેલિબ્રિટી એકઠા થયા હતા. આ મૂવી 1983ના ક્રિકેટ વર્લ્ડ કપ (World Cup) કે જે દરમ્યાન કપિલ દેવની (Kapil Dev) કેપ્ટનશીપમાં ભારત વર્લ્ડ કપ જીત્યું હતું તે ઉપર આઘારિત છે. આ મૂવીમાં રણવીર સિંહ (Ranveer Singh) કપિલ દેવની મુખ્ય ભૂમિકા ભજવે છે જ્યારે તેની વાસ્તવિક જીવનની પત્ની દીપિકા પાદુકોણ (Dipika Padukon) રોમી દેવની ભૂમિકા ભજવી રહી છે. આ મૂવીના ગ્રાન્ડ પ્રીમિયર દરમ્યાન ઘણા સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ (Red Carpet) ઉપર પોઝ આપતા જોવા મળ્યા હતા.

આ ઈવેન્ટ દરમિયાન રણવીર સિંહ અને કપિલ દેવ વચ્ચે એક અધટિત ધટના ધટી ગઈ હતી. રણવીર જે તેની અપાર એનર્જી અને હેપ્પી-ગો-લકી-વાઇબ માટે જાણીતો છે, તે ભૂતપૂર્વ ક્રિકેટર સાથે ખૂબ નજીક આવી ગયો હતો અને એક લોકપ્રિય ફોટોગ્રાફરે તેઓ વચ્ચેની આ ઘટનાને કેમેરામાં ઝડપી લીધી હતી. આ તસ્વીરમાં બંને વચ્ચેની કિસિંગ મોમેન્ટ બહાર આવી હતી. ખાસ વાત તો એ છે કે બંને લિપ કિસ જોવા મળ્યા હતાં. રણવીર સિંહ આ ફોટોમાં સફેદ કલરના સુટમાં જોવા મળી રહ્યો અને તેણે કાળા ચશ્મા પહેર્યા છે જયારે કપિલ દેવ બ્લૂ કૂર્તા પાયજામામાં સ્વેગ વિખેરતા જોવા મળી રહ્યા છે. આ ધટના બાદ રણવીર સિંહ અને કપિલ દેવ બંને સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.

રણવીર સિંહની 83 મૂવી 24 ડિસેમ્બર, 2021 ના ​​રોજ વિશ્વભરમાં થિયેટરમાં રિલીઝ થશે. આ મૂવીમાં તાહિર રાજ ભસીન, જીવા, સાકિબ સલીમ, જતીન સરના, ચિરાગ પાટીલ, દિનકર શર્મા, નિશાંત દહિયા, હાર્દિક સંધુ, સાહિલ ખટ્ટર, એમી વિર્ક, અદિનાથ કોય, ધીરનાથ કોય, કારવા, આર બદ્રી અને પંકજ ત્રિપાઠી જેવા કલાકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 83 કબિર ખાન દ્વારા નિર્દેશિત અને કબીર ખાન, દીપિકા પાદુકોણ, વિષ્ણુવર્ધન ઈન્દુરી, સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત છે.

80 ના દાયકા દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ એક શક્તિશાળી ટીમ હતી અને જ્યારે પણ તે કોઈ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેતી તો તે ખિતાબની દાવેદાર રહેતી હતી. 1983 ના વર્લ્ડ કપ દરમ્યાન વેસ્ટ ઇન્ડિઝ ખિતાબની હેટ્રિક લગાવવા પર સૌ કોઈની નજર હતી, પરંતુ 25 જૂનના કપિલ દેવની આગેવાનીમાં ભારતીય ટીમે વિરોધી ટીમને ધૂળ ચટાડી અને મેચ જીતીને ઇતિહાસ રચ્યો અને દુનિયાને વિશ્વાસ અપાવ્યો કે એશિયાની ટીમ પણ જીતમાં પોતાનું સ્થાન બનાવી શકે છે. કપિલ દેવે ભારતને વર્લ્ડ કપ જીતાડવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી. કપિલ દેવનો ભારતના મહાન કેપ્ટનોમાં સમાવેશ કરવામાં આવે છે.

Most Popular

To Top