Entertainment

એરપોર્ટ પર પહોંચેલી મૌની રોય પાસપોર્ટના કારણે ટ્રોલ થઈ

મુંબઈ: બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ મૌની રોયે (Mouni Roy) પોતાની મહેનત અને જોરદાર એક્ટિંગના દમ પર ટીવીથી લઈને ફિલ્મો સુધીની સફર કરી છે. તે પોતાના કામ પ્રત્યે ખૂબ જ ગંભીર છે અને દરેક પાત્રને ખૂબ સારી રીતે ભજવે છે. તે છેલ્લે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળી હતી. પરંતુ કરિયરની સફરમાં સિન્સિયર મૌની રોય એરપોર્ટ પર બેદરકાર સાબિત થઈ છે. બુધવારે મૌની એરપોર્ટ પહોંચી હતી પણ તે પોતાનો પાસપોર્ટ ઘરે જ ભૂલી ગઈ હતી જેના કારણે તે ટ્રોલ પણ થઈ રહી છે.

મૌનીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે મૌની સ્ટાલીશ લૂકમાં એરપોર્ટ પર જોવા મળે છે. તેણે બ્લૂ અને વ્હાઈટ કલરનું આઉટફીટ પહેર્યું છે અને ઓપન હેર સાથે એક બેગ કેરી કરી છે. શુઝ અનો ગોગલ્સ સાથે તેણે પોતાના લૂકને કમ્પલીટ કર્યો છે ત્યારે બીજી તરફ તેની પાસે જ્યારે એરપોર્ટ પર પાસપોર્ટ માંગવામાં આવે છે ત્યારે તે પાસપોર્ટ શોધે છે અને તેને યાદ આવે છે કે તે પોતાનો પાસપોર્ટ ઘરે ભૂલી ગઈ છે. ત્યાર પછી તે કોઈકને ફોન પણ કરે છે. આ વીડિયો વાઈરલ થતાં જ લોકો મૌનીને ટ્રોલ કરી રહ્યાં છે અને કોમેન્ટ બોક્સમાં ઘણાં યુઝર્સ ફની કોમેન્ટ પણ કરી રહ્યાં છે.

મૌનીને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યું, ‘તમે ફોટોગ્રાફરને બોલાવવાના ચક્કરમાં પાસપોર્ટ ભૂલી ગયા હશો.’ જ્યારે બીજાએ ટિપ્પણી કરી, ‘કિતના ક્યા ક્યા યાદ રાખે બિચારી… મેકઅપ, હેરડ્રેસ, બેગ અથવા પાસપોર્ટ અનેમહત્ત્વપૂર્ણ કાગળો’. અન્ય એકે મૌનીના એરપોર્ટ લૂકને ધ્યાનમાં રાખી કમેન્ટ કરી ફરી એરપોર્ટ લૂક બદલવો પડશે. એક યુઝરે લખ્યું શું કરીએ મેકઅપ સિવાય બીજું કશું યાદ જ નથી રહેતું. અન્ય એકે લખ્યું તો શું એરપોર્ટ પર માત્ર ફોટો પડાવા આવે છે.

Most Popular

To Top