સુરત(Surat): ડિપ્રેશનની (Depression) બીમારી મોટી ઉંમરના વ્યક્તિઓ તો ઠીક પણ હવે નાના બાળકોનો (Children) પણ ભોગ લેવા માંડી છે. સુરતમાં અડાજણ (Adajan) ખાતે ધો.12માં ભણતા વિદ્યાર્થીએ (Student) પરીક્ષાના (Exzam) ડરથી પોતાની માતાની (Mother) નજર સામે જ બારમા માળેથી મોતનો ભૂસ્કો મારી દીધો હતો. પોતાના પુત્રને નજરની સામે મરતા જોઈને માતા બેભાન થઈ ગઈ હતી. પુત્રને તાત્કાલીક ખાનગી હોસ્પિ.માં લઈ જવાયો હતો પરંતુ તેને મૃત ઘોષિત કરાયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે, મુળ રાજસ્થાનના વતની અને અડાજણમાં રાજહંસ વ્યુ કોમ્પ્લેક્ષમાં રહેતા અને રઘુકુલ માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા મનીષ અગ્રવાલનો ધો.12માં ભણતો 17 વર્ષનો પુત્ર શૌર્યમનની તાજેતરમાં પરીક્ષા આવતી હતી. પરીક્ષાને કારણે શૌર્યમન ડિપ્રેશનથી પિડાતો હતો. તેમાં આજે સવારે આશરે 10 વાગ્યે તે લિફ્ટમાં બેસીને અગાસી પર ગયો હતો. શૌર્યમનની માતાએ તેને લિફ્ટમાં બેસીને અગાસીમાં જતા જોયો. માતાએ બૂમ પણ પાડી પરંતુ શૌર્યમન અગાસીમાં જતો રહ્યો હતો અને માતાની નજર સામે જ બારમા માળેથી કૂદકો મારી દીધો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. શૌર્યમનને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિ.માં લઈ જવાયો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મોતને વ્હાલું કરનાર શૌર્યમનના કાકા આઈટીમાં ઓફિસર છે. જ્યારે તેનો નાનો ભાઈ ધો.10માં અભ્યાસ કરે છે.
ગોડાદરામાં નિર્માણાધિન બિલ્ડીંગના છઠ્ઠા માળેથી પટકાતા વેલ્ડરનું મોત
સુરત : પાંડેસરા ખાતે ગીતાનગરમાં રહેતો 19 વર્ષીય ગોમતીભાઇ અનિલભાઇ ચૌહાણ વેલ્ડીંગ કામ કરતો હતો. ગઈકાલે ગોડાદરા પોલારીસ ટેક્ષટાઈલ માર્કેટની બાજુમાં નિર્માણાધિન રાજહંસ ફેબ્રિજો બિલ્ડીંગના સાતમાં માળે વેલ્ડિંગનું કામ કરતો હતો. જે પૂર્ણ કરીને છટ્ઠા માળે વાંસના પાલખ પર ઉતર્યો હતો. ત્યાં સેફ્ટી બેલ્ટ ખોલી છટ્ઠા માળે સ્લેબ ઉપર ઉતરવા જતા નીચે પટકાયો હતો. છઠ્ઠા માળેથી પટકાતા યુવકનું સ્થળ પર કરૂણ મોત નીપજ્યું હતું. ગોડાદરા પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.