જંબુસર: જંબુસર (Jambusar) તાલુકાના કલક ગામ જવાના રસ્તે આવેલા કાંસમાં નવજાત ત્યજી દીધેલું બાળક મળી આવ્યું હતું. નિર્દયી જનેતાએ એક કચરાના થેલામાં (Garbage bag) નવજાત શિશુને મૂકી જતા રહેતા રડવાના અવાજથી કલક ગ્રામજનોને મળી આવ્યો હતો. જે બાબતે ગામના સરપંચ ઇન્દ્રવદન લિમ્બચિયાએ નવજાત બાળકને ૧૦૮ એમ્બ્યુલન્સ (Ambulance) મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલમાં સારવાર (Treatment) માટે ખસેડવામાં આવ્યો હતો.
જંબુસરના કલક ગામે રોડ પર કોઈક નાનકડા બાળકનો રડવાનો અવાજ આવતો હતો. અવાજ સાંભળીને તેને સ્થાનિક લોકો જોવા માટે આવતાં રોડ પર કચરાના થેલામાંથી અવાજ આવતો હોવાથી કોઈ વ્યક્તિ ન હોવાથી લોકોએ ખોલીને જોતાં અંદરથી ફૂલ જેવું નવજાત બાળક રડતું હતું. નવજાત બાળક મળતાં ગ્રામના સરપંચ ઇન્દ્રવદન લિમ્બચિયા ઘટના સ્થળે આવી ગયા હતા. આથી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા નવજાત બાળકને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. આ નોધારાના આધાર બનવા માટે પારૂલ પરમાર સહિત ગામનાં અગ્રણી રેણુકાબેન હોસ્પિટલ આવી પહોંચ્યાં હતાં અને માસૂમ બાળકની પૂરી દેખરેખ રાખી હતી. જો કે બાળકને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યું છે.
દો બુંદ જિંદગી કી: બારડોલીમાં 25,113 બાળકોને પોલિયોનાં ટીપાં પીવડાવવામાં આવશે
બારડોલી: સુરત જિલ્લા સહિત બારડોલી તાલુકામાં આગામી 27મી ફેબ્રુઆરીથી ત્રણ દિવસ માટે પલ્સ પોલિયો અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં બારડોલી તાલુકાના 0થી 5 વર્ષ સુધીનાં 25,113 બાળકોને પોલિયોનાં બે ટીપાં પીવડાવવામાં આવશે. સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં 0થી 5 વર્ષનાં 1,80,021 બાળકોને આવરી લેવાનું લક્ષ્ય સેવ્યું છે. આમ તો, વિશ્વમાં પોલિયો નાબૂદ થયો છે. પરંતુ ભારતના પાડોશી દેશ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં હજુ પણ પોલિયોના કેસ જોવા મળે છે. ભારતમાં તેની અસર ન થાય એ માટે પલ્સ પોલિયો અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત ઓલપાડ તાલુકાનાં 28,001, કામરેજ તાલુકાનાં 23,352, માંડવીનાં 15,923, પલસાણાનાં 28,763, બારડોલીનાં 25,113, મહુવાનાં 13,785, ચોર્યાસીનાં 13,090, ઉમરપાડા તાલુકાનાં 7,574, માંગરોળનાં 24,420 બાળકો મળી જિલ્લામાં કુલ 1,80,021 બાળકોને પોલિયો રસીનાં બે ટીપાં પીવડાવી પોલિયો નાબૂદી અભિયાન હાથ ધરવામાં આવશે.
આ અભિયાન અંતર્ગત કુલ 1104 બુથ પર 2051 ટીમ કાર્યરત રહેશે. એક બુથ પર બે ટીમમાં 4 કર્મચારીઓને રસી આપવાની કામગીરી સોંપવામાં આવી છે. પલ્સ પોલિયો અભિયાન હેઠળ 27મી ફેબ્રુઆરી રવિવારનાં રોજ બુથ પર તથા 28મી ફેબ્રુઆરી અને 1લી માર્ચ એમ બે દિવસ ઘરે ઘરે જઈને બાકી રહી ગયેલાં બાળકોને પોલિયોનાં ટીપાં પીવડાવવામાં આવશે. આ સિવાય, રેલવે સ્ટેશન, બસ ડેપો મેળા, હાટ બજાર વગેરે સ્થળોએ ૫૨ ટીમ ત્રણ દિવસ રસીકરણ કાર્યની કમાન સંભાળશે. તેમજ ઈંટના ભઠ્ઠા, પડાવીયા અથવા અંતરિયાળ વિસ્તારો કે જ્યાં પગપાળા પહોંચવું મુશ્કેલ હોય એવા દુર્ગમ વિસ્તારમાં 87 મોબાઈલ ટીમ દ્વારા રસીકરણની કામગીરીને આગળ ધપાવવામાં આવશે. આ કામગીરીમાં 100 ટકા સિદ્ધિ મેળવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લા કક્ષાથી તમામ તાલુકાઓમાં લાયઝન અધિકારી નિમવામાં આવ્યા છે.