જાતિ અંગે ભેદભાવ કરી માતા-પુત્રી સાથે કરવામાં આવ્યું એવું વર્તન કે ….

અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) કાપોદ્રા પાટિયા પાસે આવેલી સાંઈ દર્શન સોસાયટીમાં (Sai darshan Society) રહેતી મંજુલા વિપુલ મકડિયાનાં બાળકો ઘરની બહાર ક્રિકેટ (Cricket) રમી રહ્યાં હતાં. એ દરમિયાન 2 વર્ષની નાની બાળકીએ બોલ (Ball) લઈ લીધો હતો. જે લેવા નક્ષ ગયો હતો. ત્યારે પ્રીતિબેન રાજેશગિરિ, સીનમબેન મનોજ યાદવ, ગુડનદેવી અને રાજેશગિરિ બાળક અને તેની માતાને તમે નીચી જાતિના છો તેમ કહી અપશબ્દો ઉચ્ચારી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા. મારામારી અંગે જી.આઈ.ડી.સી. પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

એરૂ-ઇટાળવા રોડ પર ટ્રક અડફેટે મોપેડ ચાલક મહિલાનું મોત
નવસારી : એરૂ-ઇટાળવા રોડ પર ગાંધી ફાટક પાસે શેરડીના ટ્રક અડફેટે મોપેડ ચાલક મહિલાનું મોત નીપજ્યાનો બનાવ જલાલપોર પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, જલાલપોર તાલુકાના સામાપોર ગામે લાલિયા ફળીયામાં ક્રિષ્ના અશ્વિન પટેલ (ઉ. વ. 28) તેમના પરિવાર સાથે રહેતી હતી. આજે સોમવારે સવારે ક્રિષ્નાબેન તેમની મોપેડ નં. જીજે 21 બીએચ 6915 લઈને કંપનીમાં નોકરી પર જવા નીકળી હતી. ત્યારે એરૂ-ઇટાળવા રોડ પર ગાંધી ફાટક પાસેથી પસાર થઇ રહી હતી. દરમિયાન પાછળથી આવતા શેરડી ભરેલા ટ્રક નં. જીજે 23 ટી 4851ના અજાણ્યા ચાલકે ક્રિષ્નાબેનની મોપેડને ટક્કર મારી હતી. જેના પગલે ક્રિષ્નાબેન મોપેડ પરથી ફંગોળાઈને દુર પડતા શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે લોકટોળું ભેગું થઇ ગયું હતું. જલાલપોર પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી આગળની કાયર્વાહી હાથ ધરી છે.

Most Popular

To Top