National

જયપુર બ્લાસ્ટની 17મી વરસીના દિવસે 6થી વધુ શાળાઓને મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી

નવી દિલ્હી: જયપુર એરપોર્ટ (Jaipur Airport) બાદ હવે જયપુરની 6થી વધુ શાળાઓને બોમ્બ બ્લાસ્ટની (Bomb blast) ધમકી મળી હતી. આ ધમકી શાળાના આચાર્યને ઇ-મેલ દ્વારા આપવામાં આવી હતી. આજે એટલે કે 13 મે 2024ના રોજ જયપુર સિરીયલ બ્લાસ્ટની (Jaipur Serial Blast) વરસી છે. આજથી લગભગ 17 વર્ષ પહેલા 13 મે 2008ના રોજ જયપુરમાં સિરીયલ બ્લાસ્ટ થયો હતો. જેમાં 70થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

આ ધમકી પહેલા ગઇકાલે 12 મે 2024ના રોજ જયપુરના એરપોર્ટને પન બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યાઠરે ફરી એકવાર કોઇ માથાભારે ઇસમ દ્વારા જયપુરની 6 શાળાના આચાર્યને બોમ્બની ધમકી ઇ-મેલના માધ્યથી મળી હતી. ધમકી મળતા જ આજે વહેલી સવારથી જ પોલીસ ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ તપાસ હાથ ધરી હતી. પરંતુ હજી સુધી તપાસમાં કંઇ મળ્યું નથી.

પ્રાપ્ત વિગતો મુજબ જે શાળાઓમાં ઈમેલ મળ્યા છે ત્યાં પોલીસની ટીમો પહોંચી ગઈ છે. સ્નિફર ડોગ ટીમ સાથે પહોંચેલી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે શાળાને ખાલી કરાવી તપાસ શરૂ કરી હતી. જયપુરના પોલીસ કમિશ્નર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું કે અત્યાર સુધી ચાર મોટી શાળાઓને બોમ્બની ધમકી મળી હોવાના અહેવાલ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે પોલીસની ટીમો શાળાઓમાં પહોંચી ગઈ છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોને શાળામાંથી બહાર કાઢીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઈ-મેઈલ મોકલનારને ઓળખવાના પ્રયાસો થઈ રહ્યા છે.

સમગ્ર મામલે ડીસીપી ઈસ્ટ કવિેન્દ્ર સાગરે જણાવ્યું હતું કે આ ઈ-મેલ દ્વારા વિદ્યાશ્રમ, મોતી ડુંગરી અને માહેશ્વરી પબ્લિક સ્કૂલની માલપુર શાખા તેમજ સેન્ટ ટેરેસા સ્કૂલને કરવામાં આવી હતી. આ સાથે જ માણેક ચોકમાં પણ ધમકીઓ મળી હતી. આ પછી તરત જ શાળાઓમાં પહોંચીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હજુ સુધી કોઈ બોમ્બ મળ્યો નથી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સ્થળ પર છે. તેમજ શાળાઓ ખાલી કરાવવામાં આવી છે.

જયપુર એરપોર્ટ પર પણ ધમકી મળી હતી
ગઇકાલે રવિવારે જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ તેમજ દેશના અન્ય ઘણા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે જયપુર, દિલ્હી, અમદાવાદ, ગુવાહાટી, જમ્મુ, લખનૌ, પટના, અગરતલા, ઔરંગાબાદ, બાગડોગરા, ભોપાલ અને કાલિકટ એરપોર્ટની ઈમારતોમાં બોમ્બ છુપાવવામાં આવ્યા છે.

તેમજ થોડા જ કલાકોમાં બ્લાસ્ટ થશે. આ મેઇલને ધમકી ન ગણો. બોમ્બને ડિફ્યુઝ કરો, નહીં તો ઘણા નિર્દોષ લોકો મરી જશે. રવિવારે બપોરે સીઆઈએસએફના સત્તાવાર આઈડી પર મળેલા ઈ-મેઈલથી એરપોર્ટ પ્રશાસનમાં ભાગદોડ મચી ગઈ હતી. જો કે કોઇપણ એરપોર્ટ પર કંઇ મળ્યું ન હતું.

17 વર્ષ પહેલા 13 મે 2008ના રોજ જયપુરમાં આઠ સ્થળોએ વિસ્ફોટ થયા હતા
13 મે, 2008ના રોજ જયપુરના પરકોટામાં આઠ સ્થળોએ બોમ્બ વિસ્ફોટ થયા હતા. જેમાં 73 લોકોના મોત થયા હતા, જ્યારે 185 લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં કોર્ટે 20 ડિસેમ્બર 2019ના રોજ બોમ્બ વિસ્ફોટોના દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી.

સમગ્ર મામલે બચાવ પક્ષે 24 સાક્ષીઓ રજૂ કર્યા હતા જ્યારે સરકારે 1270 સાક્ષીઓ રજૂ કર્યા હતા. સરકાર વતી વકીલોએ 800 પાનાની દલીલો કરી હતી. તેમજ કોર્ટે 2500 પાનાનો ચુકાદો આપ્યો હતો. જો કે ગયા વર્ષે રાજસ્થાન હાઈકોર્ટે આ તમામ ગુનેગારોને નિર્દોષ જાહેર કર્યા હતા.

Most Popular

To Top