Gujarat

મોરબી દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને દસ અને ઇજાગ્રસ્તોને એક લાખનું વળતર ચૂકવાશે

અમદાવાદ: મોરબી (Morbi) ઝુલતા પુલ દુર્ઘટના અંગે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) આજે મોરબી નગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા સોગંદનામુ રજૂ કરાયું હતું. આ સોગંદનામા દુર્ઘટનામાં મૃત્યુ (Death) પામેલા મૃતકોના પરિવારજનોને વધારાનું વળતર ચૂકવાશે, તેવું જણાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર અને મોરબી નગરપાલિકા દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવેલા સોગંદનામું કર્યું છે કે આ ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને દસ લાખ રૂપિયાનું, જ્યારે ઇજાગ્રસ્તોને એક લાખનું વળતર ચૂકવવા ચૂકવવામાં આવશે.

મોરબીના ઝુલતા પૂરી દુર્ઘટના 30 મી ઓક્ટોબરના રોજ સાંજે ઘટી હતી, ત્યારબાદ દુર્ઘટનાને લઈ ખૂબ રાજનીતિ ચાલી હતી. જોકે અગાઉ ગુજરાત હાઇકોર્ટે આ ઘટનાને લઇ સુઓમોટો દાખલ કરી રાજ્ય સરકાર અને મોરબી નગરપાલિકાને ફટકાર પણ લગાવી હતી, તેમજ આ ઘટના અંગે જવાબદારો સામે શું પગલાં ભરાયા છે તે અંગે સરકારને વેધક પ્રશ્નો પણ હાઇકોર્ટે કર્યા હતા. બીજી તરફ સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને જે વળતર ચૂકવવામાં આવ્યું છે, તે ઓછું હોવાનું પણ હાઇકોર્ટે નોંધ્યું હતું.

Most Popular

To Top