Gujarat

રાજ્યના તમામ પુલનું વર્ષમાં બે વખત ચેકિંગ કરાશે, નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ

અમદાવાદ: મોરબી (Morbi) ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) થયેલી સુઓમોટો અરજીની સુનાવણીમાં રાજ્ય સરકારે આજે સોગંદનામુ રજૂ કર્યું હતું. જેમાં રાજ્યના તમામ પુલોનું વર્ષમાં બે વખત નિરીક્ષણ કરવામાં આવશે. રાજ્યમાં પુલોને લઈ નવી નીતિ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી.

રાજ્ય સરકારે પુલોને લઈને નવી નીતિ અને માર્ગદર્શિકા જાહેર કરી હતી, જેમાં પુલના નિરીક્ષણની તમામ જવાબદારી ડેપ્યુટી એક્ઝીક્યુટિવ ઇજનેરની રહેશે. વર્ષમાં બે વખત એટલે કે મે અને ઓક્ટોબર માસમાં પુલનું નિરીક્ષણ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરાયેલી એફિડેવિટમાં જણાવાયું છે કે, રાજ્યમાં 23 બ્રિજની હાલત ખૂબ ખરાબ છે. જ્યારે 63 બ્રિજનું સમારકામ કરવું જરૂરી છે. જેમાં 16 પુલ નગરપાલિકા અને 47 પુલ મનપાની હદમાં આવેલા છે. 29 પુલનું સમારકામ ચાલી રહ્યું છે. આ અંગેની વધુ સુનાવણી 27મી માર્ચના રોજ હાથ ધરાશે.

Most Popular

To Top