Gujarat

વરસાદથી અસરગ્રસ્ત લોકોની મદદ માટે કોંગ્રેસે કંટ્રોલ રૂમ- હેલ્પલાઇન સેવા શરૂ કરી

અમદાવાદ: રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી ભારેથી અતિ ભારે વરસાદ (Rain) થઈ રહ્યો છે. ઘણા વિસ્તારોમાં પૂરની (Flood) સ્થિતિ સર્જાય છે, ત્યારે અસરગ્રસ્તોની મદદ (Help) માટે પ્રદેશ કોંગ્રેસ (Congress) દ્વારા કંટ્રોલરૂમની શરૂઆત કરી હેલ્પલાઇન (Helpline) નંબર જાહેર કરવામાં આવ્યો છે.

પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોષીએ જણાવ્યું હતું કે વરસાદથી પ્રભાવિત વિસ્તારો અને પૂરગ્રસ્ત વિસ્તારો માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત પરિવારોની સ્થાનિક આગેવાનો મુલાકાત કરી રહ્યા છે, અને તેઓને જરૂરી મદદ પણ પૂરી પાડી રહ્યા છે. વરસાદ પ્રભાવિત કે પુર પ્રભાવિત લોકોની મદદ માટે કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર 9099902255 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર ઉપર અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોના લોકોને જરૂરી મદદ અને માર્ગદર્શન આપવામાં આવશે.

Most Popular

To Top