સુરત: આ વર્ષે ચોમાસા (Monsoon) દરમિયાન વરસાદ દે’માર વરસ્યો હતો. ચોમાસુ શરૂ થતા જ ઉપરવાસમાં પણ વરસાદની જોરદાર બેટીંગ રહેતા કોઝવે (Causway) 10મી જુલાઈના રોજ કોઝવે વાહનવ્યવહાર (Transportation) માટે બંધ કરવામાં આવ્યો હતો. અને સતત વરસાદના કારણે કોઝવે 113 દિવસ માટે બંધ જ રહ્યો હતો. હાલ કોઝવેની સપાટીમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ સફાઈ કામગીરીને કારણે હજી એક અઠવાઠિયુ (week) કોઝવે બંધ રહેશે અને ત્યારબાદ વાહનવ્યવહાર માટે ખુલ્લો (Opan) મુકાશે. હાલમાં કોઝવેની સપાટી 5. 99 મીટરની છે તેમ છતા તાપી નદીનું પાણી ફુટપાથ પર આવી રહ્યું છે.
આ વર્ષે ચોમાસુ લાંબુ ચાલતાં કોઝવે લાંબો સમય બંધ રહેવાનો રેકોર્ડ થશે
પાણીનો પ્રવાહ સતત કોઝવે પણ આવતો હોય, હજી પણ કોઝવે પર કાદવ છે જેના કારણે મનપા દ્વારા અહી સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમજ અહી ગ્રીલ મુકવાની પણ બાકી હોય, તે કામગીરી પણ મનપા દ્વારા ટુંક સમયમાં શરૂ કરાશે. આવનારા પાંચથી સાત દિવસમાં કોઝવેની સફાઈ તેમજ ગ્રીલ મુકવાની કામગીરી પુર્ણ થઈ જશે અને ત્યારબાદ કોઝવે જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે તેમ જાણવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેવટે વર્ષ 2019માં કોઝવે સતત 119 દિવસ માટે બંધ રાખવામાં આવ્યો હતો. આ વર્ષે આજદિન સુધીમાં 113 દિવસ માટે કોઝવે બંધ રાખવામાં આવ્યો છે.