Sports

ચહરના પ્રહાર પછી મોઇન-ડુપ્લેસીની ભાગીદારીએ ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે જીતાડ્યુ

મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (ipl)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી 8મી મેચમાં દીપક ચહરે શરૂઆતમાં જ પંજાબ કિંગ્સ(punjab kings)ની ચાર વિકેટ ઉપાડીને ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દેતા તેઓ 20 ઓવરમાં 8 વિકેટે 106 રનના સ્કોર સુધી પહોંચ્યા હતા.

જો કે તેમને આ સ્કોર સુધી પહોંચાડવામાં યુવા બેટ્સમેન શાહરૂખ ખાન(shahrukh khan)ની મોટી ભૂમિકા રહી હતી, તેણે 36 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 47 રનની ઇનિંગ (inning) રમી હતી. 107 રનના લક્ષ્યાંકને સીએસકેએ મોઇન અલી (moin ali) અને ફાફ ડુ પ્લેસીસ(duplessis)ની અર્ધશતકીય ભાગીદારીને કારણે 15.4 ઓવરમાં જ 4 વિકેટના ભોગે આંબી લઇને મેચ 6 વિકેટે જીતી લીધી હતી.

આ પહેલા ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત ઘણી જ ખરાબ રહી હતી અને પહેલી જ ઓવરમાં તેમણે મયંક અગ્રવાલની વિકેટ ગુમાવી હતી અને તે પછી પાંચ ઓવર પુરી થતાં સુધીમાં તો કેએલ રાહુલ, ક્રિસ ગેલ અને નિકોલસ પૂરન પેવેલિયન ભેગા થઇ ચુક્યા હતા, દીપક હુડ્ડા પણ ચાહરના સ્લો બોલને સમજી શક્યો નહોતો અને તે પણ અંગત 10 રન કરીને આઉટ થયો હતો અને પંજાબ કિંગ્સનો સ્કોર હતો 5 વિકેટે 26 રન.

શાહરૂખ અંતિમ ઓવરમાં 36 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 47 રન કરીને આઉટ થયો હતો અને 20 ઓવરના અંતે પંજાબ કિંગ્સ 8 વિકેટના ભોગે 106 રન સુધી પહોંચી શક્યું હતું. દીપક ચહરની 4 વિકેટ ઉપરાંત સેમ કરેન, મોઇન અલી અને ડ્વેન બ્રાવોએ 1-1 વિકેટ ઉપાડી હતી.

Most Popular

To Top