Sports

મોહમ્મદ શમીને મોટો ઝટકો,પત્ની અને દીકરીને ભરણપોષણ માટે દર મહિને 4 લાખ રૂપિયા આપવા પડશે

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટર બોલર મોહમ્મદ શમીને હવે તેમની પત્ની હસીન જહાં અને દીકરી માટે દર મહિને કુલ 4 લાખ રૂપિયાનો ભરણપોષણ ખર્ચ ચૂકવવો પડશે. કોલકાતા હાઈકોર્ટના ન્યાયાધીશ અજય મુખર્જીએ મંગળવારેના રોજ આ મહત્વનો ચુકાદો આપ્યો હતો.

કોર્ટના આદેશ અનુસાર, શમીને પત્ની હસીન જહાંને 1.5 લાખ રૂપિયા અને દીકરી માટે 2.5 લાખ રૂપિયા દર મહિને ચૂકવવા પડશે. આ ચુકાદો એવા સમય પર આવ્યો છે, જ્યારે બંને વચ્ચેના કૌટુંબિક વિવાદને લઈને લાંબો સમયથી કાયદાકીય લડત ચાલી રહી છે.

અલિપોર કોર્ટથી હાઈકોર્ટ સુધીનો મામલો:
હસીન જહાંએ અગાઉ પણ શમી વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે દર મહિને 7 લાખ રૂપિયાનો ભરણપોષણ માંગ્યો હતો. શરૂઆતમાં, અલિપોર કોર્ટે માત્ર 80,000 રૂપિયાની મંજૂરી આપી હતી.

ત્યારબાદ જિલ્લા કોર્ટ દ્વારા આ રકમ વધારીને પત્ની માટે 50,000 અને દીકરી માટે 80,000 રૂપિયા કરી દેવામાં આવી હતી. પરંતુ હસીન જહાંએ આ નિર્ણય અસ્વીકાર કરી કોલકાતા હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

કોર્ટના જણાવ્યા અનુસાર, શમીની વાર્ષિક આવક લગભગ 7.5 કરોડ રૂપિયા છે. છતાં, તે પત્ની અને દીકરીને પર્યાપ્ત ભરણપોષણ આપતો નથી. આ બાજુ, હસીન જહાંએ કહ્યું હતું કે તેમનો માસિક ખર્ચ લગભગ 6.5 લાખ રૂપિયા છે.

હાઈકોર્ટે શમીની આવકને ધ્યાનમાં રાખીને આ આદેશ આપ્યો છે. સાથે, નીચલી કોર્ટને પણ છ મહિનામાં આખો કેસ નિપટાવવાનો નિર્દેશ આપ્યો છે.

Most Popular

To Top