National

ચૂંટણી પંચનું નામ બદલીને મોદી કોડ ઓફ કન્ડક્ટ રાખવું જોઈએ: દીદી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે ચૂંટણી પંચ પર સીધો હુમલો કરતા કહ્યું કે ચૂંટણી પંચ (ELECTION COMMISSION)નું નામ બદલીને એમસીસી (MODI CODE OF CONDUCT) એટલે કે મોદી કોડ ઓફ કન્ડક્ટ (મોદીની આચારસંહિતા) રાખવું જોઈએ. બંગાળ વિધાનસભા(BENGAL ASSEMBLY)ની ચૂંટણીના ચોથા તબક્કાની ભીષણ હિંસા (VIOLENCE) અને કૂચ બિહાર ક્ષેત્રમાં ચાર લોકોના મોત વચ્ચે ચૂંટણી પંચે કોઈપણ રાજકીય પક્ષને કૂચ બિહારની મુલાકાત લેવાની 72 કલાક માટે મનાઈ ફરમાવી દીધી હતી. 

ચૂંટણી પંચના આ નિર્ણય પછી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે ચૂંટણી પંચનું નામ બદલીને એમ.સી.સી. રાખવું જોઈએ વધુમાં તેમણે કહ્યું હતું કે “ભાજપ પોતાની શક્તિનો ઉપયોગ કરી શકે છે, પરંતુ દુનિયામાં કોઈ પણ મને મારા લોકો પાસે જવા અને તેમના દર્દ વહેંચવાથી રોકી શકશે નહીં. તેઓ મને ત્રણ દિવસ કૂચ બિહારમાં મારા ભાઈઓ અને બહેનો પાસે જવાથી રોકી શકે છે ” પરંતુ હું ત્યાં ચોથા દિવસે જઈશ! ” મમતા બેનર્જીએ આજે ​​ત્યાં જવાની જાહેરાત કરી હતી. જ્યાં 22 થી 24 વર્ષની વયે ચાર યુવકોની હત્યા કરાઈ હતી. શનિવારે મતદાન દરમિયાન સીતલકુચી વિધાનસભા મત વિસ્તારના માથાભંગામાં મતદાન મથક પર સેન્ટ્રલ સિક્યુરિટીએ આત્મરક્ષણ માટે ગોળીબાર કર્યો ત્યારે આ ઘટના બની હતી.

જોકે ચૂંટણી પંચે કોઇ પણ નેતાને 72 કલાક માટે કૂચ બિહારની મુલાકાત લેવાની મનાઈ ફરમાવી હતી. આ આદેશ બાદ, મમતા બેનર્જીની કૂચ બિહારની મુલાકાત રદ કરવામાં આવી હતી. હિંસા બાદ મમતા બેનર્જીએ કહ્યું કે તે રવિવારે કૂચ બિહાર જશે. મમતા બેનર્જી આજે પડોશી જિલ્લા જલ્પાઇગુડીમાં બે રેલીઓ યોજવાના હતા. તેણે તેનો પ્રવાસ ફરી શરૂ કર્યો અને ચોથા દિવસે ત્યાં જવાનું નક્કી કર્યું. મુખ્યમંત્રીએ ‘સેલ્ફ ડિફેન્સ’ માટે કૂચ બિહારમાં થયેલા ફાયરિંગની ઘટનાના સેન્ટ્રલ ફોર્સિસ વર્ઝનનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમની સરકાર આ ઘટનાની સીઆઈડી તપાસ શરૂ કરશે. તેમણે કહ્યું કે આ ઘટનામાં કોણ સંડોવાયેલ છે ખાસ તે શોધવા માટે સીઆઈડી તપાસ શરૂ કરવામાં આવશે.

ચૂંટણીપંચે ગઈકાલે કૂચ બિહાર જિલ્લામાં થયેલી હિંસા બાદ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન કેટલાક પ્રતિબંધો લાદ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને બગાળની કોઈ આશંકાને ટાળવા માટે ઈલેક્શન કમિશને આગામી 72 કલાક માટે કૂચ બિહાર જિલ્લામાં નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઉપરાંત પાંચ તબક્કાની ચૂંટણી પહેલા અભિયાનને સમાપ્ત કરવાની મર્યાદા 48 કલાકથી વધારીને 72 કલાક કરવામાં આવી છે.

Most Popular

To Top