National

મોદી મોદીના નારા સાથે વોશિંગ્ટનમાં ઉષ્માભર્યું સ્વાગત: મોદીને હસતા જોઈને ભારતીયો આનંદથી કૂદી પડ્યા

વોશિંગ્ટન. આ ચિત્રો (Photos) વિશ્વમાં ભારતની વધતી પ્રતિષ્ઠા (Reputation of India) અને આદર દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) બુધવારે તેમની ત્રણ દિવસીય અમેરિકાની મુલાકાત (US Visit) દરમિયાન વોશિંગ્ટન ડીસી (Washington DC) એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ‘મોદી-મોદી’ના નારા આકાશમાં ગુંજી ઉઠ્યા હતા. 

ભારતની જેમ જ અમેરિકા (America)માં પણ તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો પહેલેથી જ હાજર હતા. ભારતીય (Indian) સમુદાયના લોકો જોઇન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે ભેગા થયા હતા. કોવિડ -19 પછી (Post covid) મોદીની આ પ્રથમ યુએસ મુલાકાત છે. અમેરિકા પહોંચ્યા બાદ મોદીનું અમેરિકી વહીવટીતંત્રના ઉપસચિવ ટીએચ બ્રાયન મેક્કેન સહિત અન્ય અધિકારીઓએ ભવ્ય સ્વાગત (Huge welcome) કર્યું હતું.

ભારતીય પ્રવાસી મોદીને આવકારવા તલપાપડ હતા. લાંબી મુસાફરી છતાં મોદીના ચહેરા પર કોઈ થાક દેખાતો ન હતો. તે સ્મિત સાથે લોકોને મળ્યા હતા. લોકો સાથે હાથ મિલાવ્યો અને જાણે વર્ષો જુના મિત્રોનું રીયુનિયન થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તેમના સ્વાગતથી આનંદિત વડાપ્રધાન મોદીએ ટ્વિટ કર્યું, “વોશિંગ્ટન ડીસીમાં ભારતીય સમુદાયના ઉષ્માભર્યા સ્વાગત માટે ધન્યવાદ. અમારા ભારતીય પ્રવાસી અમારી તાકાત છે. તે પ્રશંસનીય છે કે કેવી રીતે ભારતીય ડાયસ્પોરાએ સમગ્ર વિશ્વમાં પોતાની જાતને અલગ કરી છે.

મોદી વોશિંગ્ટન ડીસીમાં જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પહોંચ્યા કે તરત જ ત્યાં હાજર એનઆરઆઈ લોકોએ મોદી-મોદીના નારા લગાવવાનું શરૂ કર્યું. આ જોઈને મોદી હસ્યા અને લોકો સાથે હાથ મિલાવવા લાગ્યા. ભારતીય સમુદાયનો ઉત્સાહ જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની જાતને રોકી શક્યા નહીં અને સ્મિત સાથે લોકોને મળ્યા અને હાથ મિલાવ્યા. વોશિંગ્ટન ડીસીમાં જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે મોદીની રાહ જોઈ રહેલા એક વિદેશી ભારતીયએ કહ્યું કે તેઓ મોદીને મળવા માટે ઘણા સમયથી ઉત્સાહિત હતા.

અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુ સાથે બ્રિગેડિયર અનૂપ સિંઘલ, વાયુસેના અધિકારી અંજન ભદ્રા અને નૌસેના અધિકારી નિર્ભયા બાપણા પણ વોશિંગ્ટનમાં મોદીના સ્વાગત માટે હાજર હતા. વોશિંગ્ટન પહોંચ્યા બાદ, અમેરિકી વહીવટીતંત્રમાં નાયબ સચિવ ટીએચ બ્રાયન મેક્કેન સહિત અન્ય અધિકારીઓએ મોદીનું સ્વાગત કર્યું હતું. મોદીની આ અમેરિકી મુલાકાત ખૂબ મહત્વની છે.

જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે દિલ્હીથી એરફોર્સ 1 બોઈંગ 777 337 ER વિમાનમાં અમેરિકા જવા રવાના થયા હતા. તેઓ શુક્રવારે અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બિડેનને મળશે.

Most Popular

To Top