અંકલેશ્વર : માતા-પિતા (Parents) અને ટીન એજર્સ માટે સાવધાનરૂપ કિસ્સો અંકલેશ્વરમાંથી (Ankleshwar) સામે આવ્યો છે. ફ્રી ફાયર (Free Fire) ગેમના (Game) માધ્યમથી પશ્ચિમ બંગાળના યુવાનના સંપર્કમાં આવેલી અંકલેશ્વર ગડખોલની દસમાં ધોરણની છાત્રાને યુવાન અપહરણ કરી લઈ જતો હતો. જોકે લગ્નની લાલચે ભગાડી જનાર આરોપીને ચાલુ ટ્રેનમાંથી (Train) પશ્ચિમ બંગાળના ખડકપુર ખાતેથી RPF પોલીસની (Police) મદદથી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.
- અંકલેશ્વર પોલીસે વિદ્યાર્થિનીના ફોટા આરપીએફ પોલીસને મોકલ્યા, અને બંનેને ખડકપુરથી પકડી પાડ્યાં
- ઘરેથી ભાગેલી ધો.10ની વિદ્યાર્થિનીને પોલીસે ચાલુ ટ્રેનમાંથી યુવકના સકંજામાંથી મુક્ત કરાવી
અંકલેશ્વર શહેર ગડખોલ વિસ્તારમાં ગત-૧૬મી સપ્ટેમ્બરે સગીરાને લગ્નની લાલચ આપી કોઈ યુવાન ભગાડી ગયો હતો. અંકલેશ્વર શહેર પી.આઈ. આર.એચ.વાળા તથા એલ.સી.બી. પી.આઈ. ઉત્સવ બારોટ દ્વારા ગુમસુદા બાળકોને શોધી કાઢવા ટીમની રચના કરાઈ છે.આ ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વલન્સથી તથા સાહેદોની પુછપરછથી માહિતી મેળવી આરોપી આ સગીરાને હાવડા સુપરફાસ્ટ ટ્રેન મારફતે વેસ્ટ બંગાળ લઇ જઇ રહ્યા હોવાનું માલુમ પડ્યું હતું. જેની જાણ RPF પોલીસને કરી અને ભાગેલી સગીરાના ફોટા શેર કર્યા હતા. જેથી RPF પોલીસ દ્વારા ખડકપુર ખાતેથી હાવડા સુપરફાસ્ટ ટ્રેનમાંથી ભોગ બનનાર સગીરા સાથે આરોપીને ચાલુ ટ્રેનમાંથી ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે પશ્ચિમ બંગાળનો આરોપી અસદુલ અપચાર ગાજી અને સગીરાને લઈ આવી સગીરાને તેના વાલીને સોપી હતી. જ્યારે યુવાનની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દમણમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનારા નરાધમને 20 વર્ષની સજા
દમણ : દમણમાં 23 જૂન 2020માં ડાભેલના સોમનાથ વિસ્તારની ચાલમાં રહેતા 24 વર્ષીય નરાધમે પોતાની વાસના સંતોષવા ચાલની બાજુમાં જ રહેતી એક 4 વર્ષીય બાળકીને એકલતાનો લાભ લઈ રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતની જાણ બાળકીના પરિવારને થતાં તેઓએ નાની દમણ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે પોક્સોની કલમ સાથે ગુનો દાખલ કર્યો હતો. ઘટનાના બીજા દિવસે આરોપી વિજયકુમાર રામપ્રસાદ ગૌતમ ની ધરપકડ કરી હતી.
આઈ.ઓ. પી.એસ.આઈ. હિરલ પટેલ અને નાની દમણ પોલીસના ઈન્ચાર્જ પી.આઈ. શોહીલ જીવાણીના દિશા નિર્દેશ હેઠળ આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ હતી. આજે દમણની સેશન્સ કોર્ટમાં ચાલેલા આ કેસને લઈ પબ્લિક પ્રોસીક્યૂટર હરીઓમ ઉપાધ્યાયે ધારદાર દલીલ કરતાં અને તમામ પૂરાવાઓને જાણ્યા બાદ કોર્ટના જજ પી.કે. શર્માએ આરોપી વિજયકુમાર રામપ્રસાદ ગૌતમને 20 વર્ષની સખ્ત સજા ફટકારવાનો હુકમ કર્યો છે. સાથે રૂપિયા 1 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.