દુબઇ: ભારતીય મહિલા ટીમ (India women cricket team)ની કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj) એ ફરી ઈતિહાસ (History)સર્જ્યો છે. અને ફરી ઈન્ટરનેશનલ મહિલા ક્રિકેટ (International women cricket)માં સૌથી વધુ રન (Highest run) બનાવનાર મહિલા ખેલાડી બની ભારતનું માન વધાર્યું છે. અને હાલ જૂના 10,273 રનના રેકોર્ડને તોડીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન સ્કોર કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો.
ઈંગ્લેન્ડ (England) સામેની ત્રણ મેચની સિરીઝમાં શાનદાર પ્રદર્શનના પગલે ભારતની મહિલા ક્રિકેટ ટીમ કેપ્ટ્ન મિતાલી રાજે ત્રણ વર્ષથી વધુ સમય બાદ ફરી આઈસીસી મહિલા વનડે રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ભારત શ્રેણી 1-2થી હારી ગયું હતું પરંતુ 38 વર્ષીય મિતાલીએ ત્રણેય મેચોમાં અડધી સદી ફટકારી હતી. મિતાલી એપ્રિલ 2005 માં પ્રથમ વખત રેન્કિંગમાં ટોચ પર પહોંચી હતી. ત્યારબાદ તેણે પોચફેસ્ટ્રમમાં વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે અણનમ 91 રન બનાવ્યા હતા. પ્રથમવાર અને છેલ્લીવાર રેન્કિંગમાં ટોચ પર હોવા વચ્ચેનું 16 વર્ષનું અંતર કોઈપણ મહિલા બેટ્સમેન માટે સૌથી વધુ હોય શકે છે.
“મારી રન બનાવવાની ભૂખ હજુ પણ એવી જ છે”: મિતાલી રાજ
26 જૂન 1999ના દિવસે મિલ્ટન કેયેન્સમાં આયરલેન્ડ સામે પોતાની ઇન્ટરનેશનલ કેરિયર શરૂ કરનારી મિતાલીએ કહ્યું હતું કે બાબતો જે રીતે આગળ વધી છે ત્યારે આ પ્રવાસ એટલો સરળ રહ્યો નથી. તેની કેટલીક પરીક્ષાઓ અને પડકારો હતા. મારૂં માનવું છે કે પરીક્ષાઓનો કોઇ ઉદ્દેશ હોય છે. તેણે કહ્યું હતું કે એક સમય એવો પણ આવ્યો કે જ્યારે વિવિધ કારણોસર મને લાગ્યું કે હવે બહું થયું, પણ કોઇ એવી બાબત હતી કે જેના કારણે હું રમતી રહી. હવે મને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 22 વર્ષ થઇ ગયા છે, પણ રનોની ભૂખ આજે પણ ઓછી નથી થઇ. મારી અંદર હજુ પણ એ ઝનૂન છે કે મેદાનમાં ઉતરીને ભારત માટે મેચ જીતવી છે. જ્યાં સુધી વાત મારી બેટિંગની છે તો મને લાગે છે કે તેમાં હજુ સુધારાની જરૂર છે અને તેના પર હું કામ કરી રહી છું.
મિતાલી રાજે આપબળે ઇંગ્લેન્ડ સામેની મેચ જીતાડી : રમેશ પવાર
ઇંગ્લેન્ડ સામેની અંતિમ વન ડેમાં ટીમ ઇન્ડિયાની જીત પછી ભારતીય મહિલા ટીમના હેડ કોચ રમેશ પવારે કહ્યું હતું કે બોલરોએ મેચમાં ટીમની વાપસી કરાવી પણ જીતની નાયિકા મિતાલી હતી. તેણે કહ્યું હતું કે મિતાલીએ આપબળે આ મેચ જીતાડી છે. પવારે કહ્યું હતું કે આ સીરિઝે અમને ઘણું શીખવ્યું છે. ફિલ્ડીંગ અને બોલિંગમાં સુધારો દેખાયો પણ બેટિંગમાં સુધારાની જરૂર છે. મિતાલી પ્રશંસાની હકદાર છે અને મને લાગે છે કે આ મેચ તેણે આપબળે જીતાડી છે.
ઇંગ્લેન્ડની જેનેટ બ્રિટિન પહેલી વખત 1984 માં અને પ્રથમ વખત 1995 માં પ્રથમ સ્થાને બની હતી, જ્યારે ન્યુઝીલેન્ડની ડેબી હોકલી બીજી મહિલા બેટ્સમેન છે જે 10 વર્ષથી વધુના અંતરે પ્રથમ નંબર પર છે. હોકલે 1987 માં પ્રથમ વખત અને 1997 માં છેલ્લે રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.