National

મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, 10,000 રન કરનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી બની

લખનઉ, તા. 12 (પીટીઆઇ) : ભારતની મહિલા ક્રિકેટર મિતાલી રાજે શુક્રવારે 10,000 ઇન્ટરનેશનલ રન પુરા કરીને ઇતિહાસ રચ્યો હતો. તે 10 હજારી બનનારી પહેલી ભારતીય જ્યારે વિશ્વની માત્ર બીજી મહિલા ખેલાડી છે. મિતાલીએ અહીં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ત્રીજી વન ડેમાં 35 રન કરતાની સાથે પોતાના 10,000 ઇન્ટરનેશનલ રન પુરા કર્યા હતા.
મિતાલી પહેલા ઇંગ્લેન્ડની ચાર્લેટ એડવર્ડસ 10,000 ઇન્ટરનેશનલ રન પુરા કરનારી પહેલી મહિલા ખેલાડી બની હતી. તેના નામે 309 મેચમાં 10,273 છે. મિતાલીએ 212 વન ડેમાં 6974 રન છે, જ્યારે 89 ટી-20માં તેના નામે 2364 અને 10 ટેસ્ટમાં 663 રન છે. મિતાલીએ પોતાની ઇન્ટરનેશનલ કેરિયરમાં વિક્રમી 75 અર્ધસદી અને 8 સદી ફટકારી છે, જેમાંથી 54 અર્ધસદી અને 7 સદી વન ડેમાં પુરી કરી છે. ટેસ્ટમાં તેના નામે એકમાત્ર સદી 214 રન છે. જે તેણે 2002માં ટોટન ખાતે ફટકારી હતી.
તેણે 10 હજાર રન પુરા કરતાની સાથે સચિન તેંદુલકરે ટ્વિટ કર્યું હતું કે 10,000 ઇન્ટરનેશનલ રન પુરા કરવા માટે મિતાલીને હૃદયપૂર્વક અભિનંદન, ટેરિફિક એચિવમેન્ટ. સચિન ઉપરાંત વીવીએસ લક્ષ્મણ, વસીમ જાફર, બીસીસીઆઇ સચિવ જય શાહ, વિઝડન ઇન્ડિયા તેમજ આઇપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સ તેમજ ચેન્નાઇ સુપર કિંગ્સે પણ તેને અભિનંદન આપ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top