નવી દિલ્હી: 71મો મિસ યુનિવર્સનો (Miss Universe) તાજ અમેરિકાની (America) આર બોની ગ્રેબિઅલાએ જીત્યો છે. મિસ યુનિવર્સ માટે 3 કન્ટેસ્ટનને પસંદ કરવામાં આવ્યા હતા. ટોપ-3માં પણ ભારતની (India) દિવિતાને સ્થાન મળ્યું ન હતું. જણાવી દઈએ કે આ પ્રતિયોગીતામાં 86 દેશોએ ભાગ લીધો હતો. આ સાથે જાણકારી મુજબ મિસ યુનિવર્સ માટે નવો તાજ બનાવવામાં આવ્યો છે જેની કિંમત લગભગ 46 કરોડ રુપિયા છે.
- આ પ્રતિયોગીતામાં 86 દેશોએ ભાગ લીધો હતો, સ્પર્ધા અમેરિકાના ન્યુ ઓર્લિયન્સમાં યોજાઈ હતી
- આ વર્ષે મિસ યુનિવર્સ માટે નવો તાજ આપવામાં આવશે, આ નવા તાજને પ્રખ્યાત લક્ઝરી જ્વેલર મૌવાદે ડિઝાઇન કર્યો છે
આ સ્પર્ધા અમેરિકાના ન્યુ ઓર્લિયન્સમાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં 25 વર્ષની દિવિતા રાય ભારતની હતી, પરંતુ તે ટોપ 5માં પહોંચી શકી નહોતી.જણાવી દઈએ કે વર્ષ 2021માં ભારતની હરનાઝ સંધુએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. હરનાજને 12 ડિસેમ્બર 2021ના રોજ 70મી મિસ યુનિવર્સનો તાજ પહેરાવવામાં આવ્યો હતો, જેમાં 80 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગુરુવારે દિવિતા રાય મિસ યુનિવર્સ માટેના નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડમાં ‘સોને કી ચિડિયા’ પહેરીને પહોંચી હતી. દિવિતા રાયની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. દિવિતા રાય LIVA મિસ દિવા યુનિવર્સ 2022નો ખિતાબ જીતી ચૂકી છે.
જાણકારી મુજબ આ વર્ષે મિસ યુનિવર્સ માટે નવો તાજ આપવામાં આવશે. આ નવા તાજને પ્રખ્યાત લક્ઝરી જ્વેલર મૌવાદે ડિઝાઇન કર્યો છે. આ તાજની કિંમત લગભગ 46 કરોડ રૂપિયા છે. અને તેમાં હીરા અને નીલમ જડેલા છે. આ ઉપરાંત, આ તાજમાં પગના આકારનું એક મોટું નીલમ પણ છે, જેની આસપાસ હીરા જડેલા છે. આ સમગ્ર તાજમાં કુલ 993 પથ્થરો છે. જેમાં 110.83 કેરેટ નીલમ અને 48.24 કેરેટ વ્હાઈટ ડાયમંડ છે. તાજની ટોચ પર શાહી વાદળી નીલમનું વજન 45.14 કેરેટ છે.