World

મિસાઇલ તાંડવથી મધ્ય પૂર્વમાં હાહાકાર

વેસ્ટ બેંકમાં 3ના મોત, UAE સુધી પહોંચી આગની જ્વાળા

મધ્ય પૂર્વમાં ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ હવે ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ગયું છે અને સ્થિતિ દિવસે દિવસે વધુ ભયાનક બની રહી છે. બુધવારે વેસ્ટ બેંક વિસ્તારમાં મિસાઇલ હુમલામાં એક બનાવટી બ્યુટી પાર્લર નિશાન બનતા ઓછામાં ઓછા 3 જેટલા પેલેસ્ટિનિયન નાગરિકોના મોત નિપજ્યા હતા, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે.
પેલેસ્ટિનિયન અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ મુજબ, આ હુમલાએ સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ ઊભું કરી દીધું છે. બીજી તરફ, ઇરાનના ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલી સૈનિકોએ 10 ઓક્ટોબરથી લાગુ થયેલા સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું, મંગળવારે થયેલા હુમલામાં નાનકડા બાળક સહિત 3 લોકોના મોત અને 12 લોકો ઘાયલ થયા હતા.

પેલેસ્ટિનિયન રેડ ક્રેસેન્ટ સોસાયટીના નિવેદન અનુસાર, ખાન યુનિસ શહેરના પશ્ચિમમાં આવેલા અલ-મવાસી વિસ્તારમાં એક નાગરિક વાહન પર એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી, જેમાં અનેક લોકોના જીવ ગયા. ઘાયલોની સ્થિતિ અંગે હજુ વધુ માહિતી સામે આવી નથી. આ સંઘર્ષની અસર હવે યુનાઈટેડ અરબ અમીરાત સુધી પહોંચી ગઈ છે. અબુ ધાબી મીડિયા ઓફિસે જણાવ્યું કે મિસાઇલના અવશેષો હબશાન ગેસ ફેસિલિટી અને બાબ ઓઈલ ફીલ્ડ પર પડતા અકસ્માત સર્જાયા હતા.

વિશ્વના સૌથી મોટા ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટોમાંથી એકનું કાર્ય હાલ બંધ કરી દેવામાં આવ્યું છે, જોકે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. બીજી તરફ, યુકે મેરિટાઇમ ટ્રેડ ઓપરેશનએ જણાવ્યું કે ખોર ફક્કાન નજીક એક જહાજ પર અજ્ઞાત પ્રોજેક્ટાઈલ વાગતા આગ લાગી હતી. આ ઘટનાઓથી સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને વૈશ્વિક સ્તરે ચિંતા વધતી જઈ રહી છે.

Most Popular

To Top