શુક્રવારે ઇઝરાઇલ(ISRAEL)નું માલવાહક વહાણ ગુજરાત(GUJARAT)ના મુન્દ્રા બંદરે પહોંચ્યું હતું. તેના પર ગુરુવારે મિસાઇલ (MISSILE) દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલે આરોપ લગાવ્યો છે કે હુમલો ઈરાન (IRAN) દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે, આની પુષ્ટિ થઈ શકી નથી. જોકે, ભારત સરકારે (INDIAN GOVT) આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તે આ ઘટના પર કડક નજર રાખે છે. હુમલા સમયે આ વહાણમાં કેટલાક ભારતીય પણ હતા. જો કે સદનસીબે આમાં કોઈને ઈજા પહોંચી ન હતી. આ જહાજ પર હુમલા બાદની ઘણી તસવીરો સામે આવી છે, જેનાથી સાફ જોઈ શકાય છે કે હુમલો કેટલો ઘાતક હતો એટલે બચી ગયેલા મુસાફરોએ પ્રભુનો આભાર માન્યો હતો.
તાંઝાનિયાથી આવી રહ્યું હતું આ વહાણ
ભારતીય સીમમાં પહોંચેલા વહાણ મામલે ભારતીય સુરક્ષા દળ દ્વારા પણ આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જો કે તપાસમાં સામે આવ્યું છે કે ઇઝરાયલી કંપનીનું આ જહાજ તાંઝાનિયા(TANZANIA)થી ભારત તરફ આવી રહ્યું હતું. દરમિયાન, એક મિસાઇલથી હુમલો થયો કે પછી મિસાઇલ વહાણમાં ક્રેશ થઈ ગઈ તે હાજી ચોક્કસપણે જાણવા મળ્યું નથી. મિસાઈલ હુમલામાં બ્લાસ્ટ થયા બાદ વહાણના એક ભાગમાં આગ લાગી હતી અને એન્જિન ખોરવાઈ ગયું હતું. જો કે ક્રૂ સભ્યો (CREW MEMBER) એ સમય સુચકતા વાપરી આગને કાબૂમાં લીધી હતી. એન્જિન પણ આવી સ્થિતિમાં હતું કે તેની સહાયથી તેને આગળ ધકેલી શકાય. હુમલો થયો હોવા છતાં વહાણ તેની સફર ચાલુ રાખવામાં સફળ રહ્યું. અને ગુજરાતના કાંઠે આવી પહોંચ્યું હતું. આ વહાણની માલિકી XT મેનેજમેંટની છે, જે ઇઝરાઇલના પોર્ટ સિટી હાઈફામાં સ્થિત છે.
એક મહિના પહેલા પણ ઇઝરાઇલી વહાણ પર હુમલો કરવામાં આવ્યો હતો
ઇઝરાયલી જહાજ પર હુમલોની આ કોઈ પ્રથમ ઘટના નથી, ગત મહિને ઓમાનના અખાતમાં પણ ઇઝરાઇલી વહાણ પર હુમલો થયો હતો. 25 ફેબ્રુઆરીની રાત્રે ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ દ્વારા એમવી હેલિઓસ રે નામના આ વહાણ પર થયેલા હુમલા માટે ઈરાનને દોષી ઠેરવવામાં આવ્યા હતા. જો કે ઇરાને આ આરોપને નકારી દીધો.