સુરત: સુરત (surat)માં કોરોનાની બીજી લહેર (corona second wave) ચાલી રહી છે. જેને લીધે રાજ્ય સરકાર (state govt) દ્વારા મિની લોકડાઉન (mini lock down) કરાવામાં આવતા 28મેથી રિટેલર્સ (retailers)ને દુકાનો બંધ કરવાની ફરજ પડી છે. કેટના રિપોર્ટ અનુસાર બંધના લીધે અત્યાર સુધી રિટેલર્સને 1500 કરોડનું નુકસાન (1500 crore loss) થયુ છે. આ અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રજૂઆત કરી રિટેઇલ વેપારીઓ માટે કેટલીક બેંક લોન (bank loan), વીજળી બિલ (light bill)માં છૂટછાટ સહિતની કેટલીક સવલતો માંગવામા આવશે.
કોરોના વકરતા રાજ્યા સરકાર દ્વારા અઘોષિત મિનિ લોકડાઉનમાં જીવન જરૂરિયાત વસ્તુઓની દુકાનોને ચાલુ રાખવાની છૂટ આપાવમા આવી છે. તે સિવાય બંધ કરાવાતા રિટેલર્સ અટવાયા છે. બંધને લીધે ગારમેન્ટ, ઇલેક્ટ્રિક, હાર્ડવેયર, ઇલેક્ટ્રોનિક્સ, ફુટવેર, મોબાઇલ સહિતની મોટાભાગની દુકાનો બંધ છે. મોટાભાગની રિટેઇલ શોપમાં એક કરતા વધારે લોકો કામ કરે છે પરંતુ બંધને લીધે તેમની પણ રોજીરોટી છીનવાઇ ગઇ છે. રિટેઇલ સેક્ટરને ગત લોકડાઉનમાં પણ ભારે નુકસાની ભોગવાનો વારો આવ્યો હતો, અને આ વર્ષે પણ બંધને લીધે તેમની સ્થિતિ સારી નથી. રિટેઇલ સેક્ટરના વેપારીઓ દ્વારા આ અંગે કોન્ફડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સને(કેટ) રજૂઆત કરવામા આવી છે. જેને લઇ કેટ નજીકના દિવસોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને નુકસાનીનો આંકડો રજૂ કરી રાહતો માંગશે. કેટના ગુજરાત રીજનના પ્રમુખ પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે હાલમાં બંધને લીધે નાના વેપારીઓને ખુબ મોટો ફટકો પડ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ નુકસાનીનો આંકડો 1500 કરોડનો છે. હાલ અમે વેપારીઓની રજૂઆત સાંભળીએ છીએ. ટૂંકમાંજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને પણ આ અંગે વાકેફ કરી રાહતની માંગણી કરીશુ.
કાપડ માર્કેટ બંધ રહેતા લેસ ઘુપિયનના વેપારીઓને 200 કરોડનું નુકસાન
સુરત: ગત 28મેથી કાપડ માર્કેટ બંધ રહેતા વિવિંગ અને પ્રોસેસિંગ યુનિટો તેમજ એમ્બ્રોઇડરી યુનિટો બંધ રાખવાની ફરજ પડી છે. તેની સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયને પણ અસર પડી છે. સાડી અને ડ્રેસ મટીરિયલ્સમાં વેલ્યુએડિશન માટે આવશ્યક લેસ-ધુપિયના પ્રોડક્શન અને ટ્રેડિંગ સાથે સંકળાયેલા વેપારીઓને 200 કરોડનો વેપાર ગુમાવવાનો વારો આવ્યો છે. સ્થાનિક વેપારીઓ પાસે જાણવા મળેલી માહિતી મુજબ સુરતમાં આશરે 1800 વેપારીઓ લેસ-ધુપિયના વેપાર સાથે સંકળાયેલા છે. જ્યારે લગ્નસરા અથવા તહેવારોની સીઝન હોય તે દિવસોમાં અંદાજિત 20થી 25 હજાર રૂપિયાનો વેપાર મળી રહે છે.
હાલ કેટલાક દિવસથી મિની લોકડાઉનને લીઘે વેપાર પર અસર પડી છે તે ઉપરાંત સુરતના વેપારીઓ દિલ્લી અને મહારાષ્ટ્રમાં પણ લેસ,ગોટા પટ્ટી વગેરે મોકલવામાં આવે છે તે પણ બંધ હોવાથી વેપારીઓ પાસે લાખો રૂપિયાનો સ્ટોક પડી રહ્યો છે. આવા સંજોગોમાં વેપારીઓએ દુકાનભાડા , કારીગરોના પગાર , બેંક લોનના હપ્તા સહિતના ખર્ચને વેઠવું મુશ્કેલ બન્યું છે.