uncategorized

ગુજરાતમાં મીની લોકડાઉન લંબાવાયું, રાજ્યના 36 શહેરોમાં આ તારીખ સુધી રહેશે નાઈટ કર્ફ્યુ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (CM RUPANI)ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠક (MEETING)માં લેવાયેલ નિર્ણય અનુસાર રાજ્યના 8 મહાનગરો સહિત જે 36 શહેરોમાં રાત્રિ કરફયુ (NIGHT CURFEW) તા.11 મે-2021 સુધી રાખવામાં આવ્યું હતું તે તા.12 મે-2021 થી તા.18 મે-2021 એમ સાત દિવસ માટે દરરોજ રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 સુધી યથાવત રહેશે..

ગુજરાત રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ બેઠક બાદ 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કર્ફ્યુ અને મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી લંબાવવામાં (INCREASED MINI LOCK DOWN) આવ્યા છે. વિજય રૂપાણીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકો આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસો ઘટાડવામાં સફળતા મેળવી છે. સાથે જ 27 એપ્રિલે રાજ્યમાં 14,500 જેટલા કોરોના કેસ હતા તે હવે ઘટીને 11,000 જેટલા થઇ ગયા છે.

​​​​​​​​​​​​​​મુખ્યમંત્રીએ આ અંગે સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી, પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કર્ફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં હાલ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના રાજ્યમાં જે નિયંત્રણો ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભમાં લાગુ કરવામાં આવ્યા છે તે અંગે પણ ગહન ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી. ​​​​​​​​​​​​​​મુખ્યમંત્રીએ રાજ્યના નાના મોટા વેપારી, ઊદ્યોગો તથા જનતા જનાર્દને રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવાના હેતુથી રાત્રિ કર્ફયુ સહિતના વધારાના નિયંત્રણોના અમલમાં આપેલા સહયોગ અંગે આભાર માન્યો હતો. સૌના સહિયારા પ્રયાસો ફળદાયી નિવડ્યા છે અને કોરોના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top