World

અમેરિકામાં ભારતીય જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ 37 સેકન્ડમાં કરોડોની લૂંટ

યુએસએ: અમેરિકા(America)માં ભારતીય(Indian) જ્વેલર્સ(Jewelers)ના શો રૂમ(show room)માં લુટ(Robbery)ની ઘટના સામે આવી છે. જેમાં 8-10 માસ્ક પહેરેલા માણસો શોરૂમમાં ગયા બાદ થોડી જ મિનિટોમાં સોના(Gold)ના તમામ દાગીના(Jewelry) લૂંટી ફરાર થઇ ગયા હતા. આ ઘટના ગતરોજ બની હતી. એટલે કે 10 જુનના રોજ. આ સમગ્ર ઘટનાના સીસીટીવી(CCTV) ફૂટેજ સામે આવ્યા છે. જેમાં સમગ્ર ઘટના કેદ થઇ ગઈ છે. પોલીસે આ મામલે સઘન તપાસ શરુ કરી છે.

37 સેકેન્ડમાં આખી દુકાન ખાલી કરી લુંટારુઓ ફરાર
અમેરિકાના ન્યુ જર્સી શહેરમાં આવેલા વિરાણી ગોલ્ડ એન્ડ ડાયમંડ શોરૂમ લુંટની ઘટના સામે આવી છે. માસ્ક પહેરી અને હાથમાં બંદુક આ લુટારુઓ શો રૂમમાં પ્રવેશ્યા હતા. અને માત્ર 37 સેકન્ડમાં જ આખી દુકાન સાફ કરી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં શોરૂમનો એક કર્મચારી જ્વેલર્સમાં પ્રવેશતો દેખાય છે, જ્યારે તે પ્રવેશ કરે છે ત્યારે તેની પાછળ આઠથી નવ માસ્ક પહેરેલા માણસો હોય છે. એક ચોર ઝવેરીના દરવાજે ઊભો રહે છે જેથી બીજું કોઈ અંદર પ્રવેશી ન શકે. બાકીના ચોર જ્વેલર્સમાં ઘૂસી જાય છે અને કર્મચારીઓને જમીન પર સૂઈ જવાનો આદેશ આપે છે.

લુટારુઓ ભારતીય હોવાની ચર્ચા
ઘટના સમયે શોરૂમની અંદર બે મહિલા અને એક પુરૂષ કર્મચારી હતા. એક લૂંટારાએ મહિલા કર્મચારી પર હુમલો કર્યો જ્યારે કેટલાકે ચશ્મા તોડવાનું શરૂ કર્યું અને તેમની બેગમાં દાગીના ભરવા લાગ્યા હતા. લૂંટારુઓએ કર્મચારીઓને ડરાવવા માટે જ્વેલર્સ પર પણ ગોળીબાર કર્યો હતો. જોકે, તેણે કોઈ કર્મચારીને નુકસાન પહોંચાડ્યું ન હતું. લૂંટારુઓ ગયા બાદ કર્મચારીઓએ પોલીસને જાણ કરી હતી. વીડિયોમાં કર્મચારીઓ એકબીજા સાથે હિન્દી અને ગુજરાતીમાં વાત કરતા સાંભળી શકાય છે, તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ જ્વેલર્સનો શોરૂમમાં લુંટ ભારતીયો દ્વારા ચલાવવામાં આવે છે. ઘટનાની જાના થતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને સંહર વિસ્તાર કોર્ડન કરી દીધો છે અને તપાસ શરૂ કરી છે.

હાઈફાઈ લુટારુઓ: લુટ કરવા કરોડોની કારનો ઉપયોગ
લુટારુઓએ એટલા હાઈફાઈ હતા કે લુટ કરવા કરોડો રૂપિયાની ગાડીમાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લૂંટારુઓ લુટ કરવા મર્સિડીઝનો ઉપયોગ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વિરાણી જ્વેલર્સની આસપાસની લગભગ તમામ દુકાનો ભારતીય મૂળની છે. ઘટના બાદ દુકાન માલિકોમાં ભયનો માહોલ છે, અને ગભરાટનો માહોલ છે.

છેલ્લા 35 વર્ષથી શો રૂમ ધરાવે છે
આ શો રૂમનાં માલિક ઇકબાલ વિરાણીએ 35 વર્ષ પહેલા એટલે કે 1987માં વિરાણી જ્વેલર્સની સ્થાપના કરી હતી. તેઓ દક્ષિણ ભારતીય જ્વેલરીમાં વિશેષતા ધરાવતા જાણીતા અગ્રણીઓમાંના એક હતા. ઘણીવાર ભારતીય મૂળના લોકો સ્ટોરની મુલાકાત લેતા હતા. તદુપરાંત, કંપની ચાર વિસ્તૃત રિટેલ સ્થાનો અને આકર્ષક હીરાના શોરૂમનું સંચાલન કરતી હતી.

Most Popular

To Top