નવી દિલ્હી: દેશમાં કોરોના (CORONA IN INDIA) સામે તબીબો (DOCTORS) અને મેડિકલ સ્ટાફ (MEDICAL STAFF) જીવના જોખમે લોકોની સારવાર કરે છે ત્યારે યોગગુરુ બાબા રામદેવે એલોપેથી સામે સવાલો (BABA RAMDEV CREATE QUESTION ON ALLOPETHIC) ઉઠાવતા ભારે વિવાદ થયો છે. રામદેવનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા (VIDEO VIRAL ON SOCIAL MEDIA) પર વાયરલ થયો છે જેમાં તેઓ કહે છે કે એલોપેથીની દવાઓ ખાવાથી લાખો લોકોનાં મોત થયાં છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશ (IMA) આરોગ્ય મંત્રીને પત્ર લખીને રામદેવ સામે કાર્યવાહીની માગ કરી છે.
વાયરલ વીડિયોમાં રામદેવ કહે છે કે એલોપેથી એવું બેકાર સાયન્સ છે કે પહેલાં એની હાઇડ્રોક્સિક્લૉરોક્વિન ફેલ ગઈ, રેમડેસિવિર ફેલ (REMDESIVIR FAIL) ગયા, પછી એન્ટી બાયોટિક્સ ફેલ ગયા, સ્ટિરોઇડ ફેલ (STEROIDS FAIL) થઈ રહ્યા છે, પ્લાઝમા થેરાપી (PLASMA THERAPY) પણ બેન થઈ ગઈ, આઇવરમેક્ટિન પણ ફેલ થઈ ગઈ. તાવ માટે ફેબિફ્લ્યુ આપે છે એ પણ ફેલ છે. રામદેવ આગળ કહે છે, લોકો કહી રહ્યા છે કે આ શું તમાશો થઈ રહ્યો છે. આવું એટલા માટે કેમ કે તમે બૉડીનું તાપમાન તો ઉતારી દો છો પણ શરીરના અંદર એ વાયરસને ખતમ નથી કરતા. જેના લીધે તાવ આવે છે એનું નિવારણ તો તમારી પાસે છે નહીં. એટલે આજે હું જે વાત કરું છું એના પર બની શકે કે અમુક લોકો મોટો વિવાદ કરે. લાખો લોકોનાં મોત એલોપેથી ખાવાથી થાય છે. જેટલાં લોકો હૉસ્પિટલ ન જવાથી અને ઑક્સિજન ન મળવાથી મર્યા છે એનાથી વધારે મોત એલોપેથીના કારણે થયાં છે. સ્ટિરોઇડના કારણે થયા છે.
IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન) આરોગ્ય મંત્રીને પત્ર લખીને માગણી કરી કે આરોગ્ય મંત્રી ક્યાં તો આ આરોપો સ્વીકારીને દેશની આધુનિક ચિકિત્સા સુવિધાઓને ભંગ કરી દે અથવા બાબા રામદેવ પર કેસ ચલાવીને મહામારી એક્ટ હેઠળ કેસ દાખલ કરે. આઇએમએએ રામદેવ પર નિશાન સાધતા કહ્યું કે તેઓ એક ફાર્માસ્યુટિકલ કંપનીના કૉર્પોરેટ વ્યક્તિ છે અને તેઓ પોતાની કંપનીના ઉત્પાદો વિશે સમય સમયે ખોટું બોલીને જનતાને બહેકાવે છે. કોરોનિલ અને શ્વાસરીનો વિવાદ સૌને ખબર છે.