World

મિડલ ઈસ્ટ યુદ્ઘ, 4 માર્ચ 2026: સવારથી અત્યાર સુધી તમામ વિગતવાર અપડેટ્સ

આજે અમેરિકા–ઇઝરાયલ–ઈરાન યુદ્ધનો પાંચમો દિવસ છે. પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે. સવારથી અત્યાર સુધીની તમામ મુખ્ય ઘટનાઓ.

પાકિસ્તાન – કરાચી અને લાહોર

  • અમેરિકાે કરાચી અને લાહોરમાં પોતાના દૂતાવાસના બિન-જરૂરી સ્ટાફ અને તેમના પરિવારજનોને દેશ છોડવાનો આદેશ આપ્યો.
  • કરાચીમાં યુએસ કોન્સ્યુલેટ બહાર ભારે હિંસક વિરોધ.
  • રવિવારે થયેલી અથડામણમાં 10 લોકોનાં મોત, 60થી વધુ ઘાયલ.
  • દેશભરમાં પ્રદર્શન અને સુરક્ષા દળો વચ્ચે અથડામણમાં કુલ 24 મોત.
  • કેટલાક પ્રદર્શનકારોએ કોન્સ્યુલેટમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો.

ઈરાન – આંતરિક સ્થિતિ અને હુમલા

  • દક્ષિણ ઈરાનની ગર્લ્સ સ્કૂલ પર હુમલો; ઈરાનનો દાવો,180 વિદ્યાર્થીનીઓનાં મોત.
  • યુએન માનવાધિકાર કચેરીએ નિષ્પક્ષ તપાસની માંગ કરી.
  • અમેરિકાનો દાવો – અમે શાળાઓને જાણીજોઈને નિશાન બનાવતા નથી.
  • ઇઝરાયલે કહ્યું – ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.
  • તેહરાનમાં રાત્રે ભારે વિસ્ફોટોના અવાજ.
  • ઇઝરાયલી સેનાનો દાવો – તેહરાનમાં આંતરિક સુરક્ષા દળો અને બાસીજના 4 ઠેકાણાઓ પર બોમ્બિંગ.
  • ઈરાને 17મી લહેરમાં 40થી વધુ મિસાઇલો અમેરિકી અને ઇઝરાયલી ઠેકાણાઓ પર નાખી હોવાનો દાવો કર્યો.
  • ઈરાનનો દાવો – 3 હર્મેસ ડ્રોન તોડી પાડ્યા.
  • ઈરાની સેનાએ કહ્યું – હોર્મુઝ સ્ટ્રેટ પર સંપૂર્ણ નિયંત્રણ. પસાર થનારા જહાજોને નિશાન બનાવવાની ચેતવણી.
  • ઈરાનનો દાવો – બે દિવસમાં 650 અમેરિકી સૈનિકો માર્યા અથવા ઘાયલ.

અમેરિકા – સૈન્ય કાર્યવાહી

  • અમેરિકાનો દાવો – ઈરાનમાં 2,000થી વધુ ઠેકાણાઓ પર હુમલા.
  • 50,000થી વધુ સૈનિકો, લગભગ 200 ફાઇટર જેટ, બે એરક્રાફ્ટ કેરિયર સામેલ.
  • 6 અમેરિકી સૈનિકોના મોતની પુષ્ટિ.
  • વ્હાઇટ હાઉસનું નિવેદન – હેતુ ઈરાનની મિસાઇલ અને નૌકાદળ ક્ષમતા નષ્ટ કરવાનો.

ઇઝરાયલ – મોરચા પરની કાર્યવાહી

  • ઇઝરાયલનો દાવો – 300 ઇરાની મિસાઇલ લોન્ચર નષ્ટ.
  • તેહરાન ઉપર એક ઈરાની વિમાન તોડી પાડ્યાનો દાવો.
  • લેબનોનના 16 ગામ ખાલી કરવાની ચેતવણી.
  • બેરૂત અને માઉન્ટ લેબનોન વિસ્તારમાં એર સ્ટ્રાઇક; ઓછામાં ઓછા 6 મોત, અનેક ઘાયલ.
  • બેરૂતની હોટલ પર ટાર્ગેટેડ હુમલો.

લેબનોન – હિઝબુલ્લાહની કાર્યવાહી

  • હિઝબુલ્લાહે ઉત્તર ઇઝરાયલમાં રોકેટ હુમલાનો દાવો કર્યો.
  • છેલ્લા 24 કલાકમાં ઇઝરાયલ અંદર 10થી વધુ હુમલા કર્યા હોવાનો દાવો.

આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા

  • રશિયા અને ચીને ઇઝરાયલને હુમલા રોકવા માંગ કરી.
  • ફ્રાન્સે UAEમાં રાફેલ ફાઇટર જેટ તૈનાત કર્યા; ન્યુક્લિયર એરક્રાફ્ટ કેરિયર મેડિટેરેનિયનમાં મોકલ્યું.
  • ચીને 470થી વધુ નાગરિકોને ઈરાનમાંથી બહાર કાઢ્યા.
  • સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે યુદ્ધનો વિરોધ કર્યો.

અન્ય મહત્વની ઘટનાઓ

  • ઇરાકના એરપોર્ટ નજીક ડ્રોન હુમલો નિષ્ફળ.
  • દુબઈમાં યુએસ કોન્સ્યુલેટ નજીક ડ્રોન હુમલાથી આગ.
  • સાઉદી અરેબિયાની રાસ તનુરા તેલ રિફાઇનરી પર હુમલાનો દાવો.
  • ઈરાનમાં ખામેનીની યાદમાં ત્રણ દિવસનો કાર્યક્રમ શરૂ.

હાલની સ્થિતિ

  • મિસાઇલ અને ડ્રોન હુમલાઓ બંને તરફથી ચાલુ.
  • હોર્મુઝ સ્ટ્રેટ પર તણાવ વૈશ્વિક તેલ બજાર માટે મોટો ખતરો.
  • સંઘર્ષ હવે ઈરાન–ઇઝરાયલની સીમા પાર કરીને પાકિસ્તાન, લેબનોન, ઇરાક અને ગલ્ફ દેશો સુધી ફેલાયો છે.
  • આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે, પરંતુ હાલ તણાવ ઘટાડાનો કોઈ સ્પષ્ટ સંકેત નથી.

Most Popular

To Top