World

મિડલ ઈસ્ટ યુદ્ધ દિવસ 17: જાણો કાલ રાતથી અત્યાર સુધી શું ઘટનાઓ બની

ટ્રમ્પ અને નાટો દેશો:

  • રવિવારે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટોના સહયોગીઓને હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું રાખવામાં મદદ ન કરવા પર કડક ચેતવણી આપી.
  • ટ્રમ્પે જણાવ્યું, “અમે યુક્રેનના મામલે સહયોગી દેશોને મદદ આપી છે, હવે જોવાનું છે કે શું તે આપણું સમર્થન કરશે?”
  • તેમણે ચીનને પણ આ મામલે સામેલ કરવાનો પ્રયાસ કર્યો; જો ચીન હોર્મુઝ ખુલ્લું રાખવામાં મદદ ન કરે તો ટ્રમ્પની 31 માર્ચની ચીન યાત્રા ટાળવાની શક્યતા.
  • ટ્રમ્પે બ્રિટન પર નારાજગી વ્યક્ત કરી, કહ્યું કે બ્રિટનએ હોર્મુઝમાં જહાજ મોકલવા માટે મદદ ન કરી.

દુબઈમાં હવાલા:

  • દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ફ્યુઅલ ટેન્ક પર હુમલો થયો.
  • આ પહેલા પણ યુદ્ધ દરમિયાન દુબઈમાં હુમલાં થયા હતા.
  • હાલ સુધી કોઈ જાનહાનિ થઈ હોવાનું નહીં જાણવા મળે.
  • એરપોર્ટ રોડ અને ટનલ તાત્કાલિક બંધ રાખી દેવામાં આવ્યા, વાહનચાલકોને અન્ય માર્ગનો ઉપયોગ સૂચવાયો.

ઈરાન-ઇઝરાયેલ હુમલાઓ:

  • ઈરાનના IRGCએ ઇઝરાયેલના લશ્કરી અને ડિફેન્સ ફેસિલિટીઝને નિશાન બનાવીને ‘સેજિલ બેલિસ્ટિક મિસાઈલ’નો પ્રહાર કર્યો.
  • સેજિલ મિસાઈલ ઘન ઇંધણથી ચાલતી છે, 2000–2500 કિમી સુધી પહોંચે છે, ગતિ મેક 13 સુધી.
  • ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે યુદ્ધવિરામ માંગવામાં આવ્યો નથી અને ન તો અમેરિકા સાથે વાતચીત કરવાનો પ્રયાસ થયો.
  • IRGCએ જણાવ્યું કે 28 ફેબ્રુઆરીથી અત્યાર સુધી 700 મિસાઈલ અને 3,600 ડ્રોન છોડવામાં આવ્યા છે, વધુ અદ્યતન હથિયારો હજુ રિઝર્વમાં છે.

આંતરરાષ્ટ્રીય પ્રતિસાદ:

  • ઓસ્ટ્રેલિયા હોર્મુઝમાં યુદ્ધ જહાજ નહીં મોકલશે, પરંતુ UAEમાં ઓસ્ટ્રેલિયન નાગરિકોની સુરક્ષા માટે વિમાનો ઉપલબ્ધ કરાવ્યા.
  • જાપાન હોર્મુઝમાં નૌકાદળ મોકલવાનો ઇરાદો નથી.
  • બ્રિટન કતાર અને સાયપ્રસમાં ટાઈફૂન અને F-35 ફાઈટર જેટ્સ તૈનાત.
  • સઉદી અરેબિયા અને UAE નેતાઓએ પ્રાદેશિક સુરક્ષા પર ટેલિફોન પર ચર્ચા કરી.

બગદાદમાં તણાવ:

  • બગદાદમાં સ્થિત અમેરિકી દૂતાવાસ અને બલાદ એરબેઝ નજીક ડ્રોન જોવા મળ્યા, હવાઈ સુરક્ષા પ્રણાલી સક્રિય.
  • બગદાદ એરપોર્ટ નજીકના લોજિસ્ટિક કેમ્પને રોકેટ અને ડ્રોનથી નિશાન બનાવ્યું, પાંચ લોકો ઘાયલ.
  • ઇરાકી જૂથ સરાયા અવલિયા અલ-દમે આ હુમલો કર્યો હોવાનું ટેલિગ્રામ પર જણાવ્યું.

ઉર્જા બજાર અને ક્રૂડ ઓઈલ:

  • હોર્મુઝ સ્ટ્રેટમાંથી વૈશ્વિક તેલ પુરવઠાનો 20% પસાર થાય છે.
  • અમેરિકી ઓઈલ કંપનીઓએ ઉર્જા સંકટ વધી શકે તેવી ચેતવણી આપી.
  • ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ 412 મિલિયન બેરલ તેલ બજારમાં મુકવાની યોજના બનાવી.
  • UAEના ‘ફુજૈરાહ ઓઈલ ટર્મિનલ’ પર હુમલો થયો, જેમાં ભારતીય જહાજ “જગ લાડકી” સુરક્ષિત રહ્યો, 80,800 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લોડ કર્યુ.

લેબનાન અને ગાઝા:

  • દક્ષિણ લેબનાનમાં ઈઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 5ના મોત, 6 ઘાયલ.
  • ગાઝાની રાફા ક્રોસિંગ 18 માર્ચથી લોકોની મર્યાદિત અવરજવર માટે ખોલાશે.

ઇરાનના તણાવવાળા નિવેદનો:

  • ઈરાનનો દાવો: હોર્મુઝ સ્ટ્રેટ બંધ નથી, ‘સ્માર્ટ કંટ્રોલ’ લાગુ.
  • કેટલાક ભારતીય તેલ ટેન્કરોને હોર્મુઝથી પસાર થવાની મંજૂરી.
  • ઈરાન એ ગંભીરતા સાથે જણાવ્યું કે યુદ્ધવિરામની માંગ નથી, જવાબી સૈન્ય કામગીરી ચાલુ રહેશે.

ફૂટબોલ, યુદ્ધના પ્રભાવ:

  • સ્પેન-આર્જેન્ટિના ફૂટબોલ મેચ રદ.
  • યુદ્ધના કારણે કતારમાં યોજાનારી મહત્ત્વની રમત મેલ ટાળવી પડી.

યુદ્ધ ખર્ચ અને નાણાકીય અસર

  • અમેરિકાના નેશનલ ઈકોનોમિક કાઉન્સિલ ડાયરેક્ટર હેસેટે કહ્યું, યુદ્ધમાં અત્યાર સુધી અંદાજે 12 અબજ ડોલરનો ખર્ચ થઈ ગયો.
  • પેન્ટાગનનું અંદાજ: પહેલા અઠવાડિયામાં 11.3 અબજ ડોલર.

અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ:

  • ઈઝરાયેલે મિશિગન સિનેગોગ પર હુમલાખોર હિઝબુલ્લાહ કમાન્ડરનો ભાઈ હોવાનું દાવો કર્યો.
  • ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ કહ્યું કે તેઓ પોતાના લોકો અને રાષ્ટ્રની રક્ષા માટે સંપૂર્ણ તૈયાર છે.
  • યુરોપમાં સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ, એરલાઇન ફ્લાઈટ્સ મિડલ ઈસ્ટ માટે અસરગ્રસ્ત.

Most Popular

To Top