અમદાવાદ : અમદાવાદમાં મુસાફરો માટે મેટ્રો ટ્રેન સર્વિસની સુવિધા અને રૂટ સરળ થી ઓળખાઈ શકે તે માટે નવા કલર કોડ જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં મેટ્રો નેટવર્ક દિવસે દિવસે વધી રહ્યું છે, ત્યારે મુસાફરોને મેટ્રો ના રૂટ સમજવામાં મૂંઝવણ ન થાય તે માટે બ્લુ, રેડ, યલો અને વાયોલેટ લાઈન દ્વારા મેટ્રો રૂટની સમજને સરળ બનાવવામાં આવી છે.
અમદાવાદના મેટ્રો સ્ટેન્ડ ઉપર ડિસ્પ્લે અને સાઈન બોર્ડ ઉપર કલર કોડ હોવાથી મુસાફરોને દૂરથી જ તેના રૂટની સમજ પડશે, અને કયાં પ્લેટફોર્મ ઉપર જવું છે, એ ખુબ સરળ બનશે. શહેરના જુના હાઇકોર્ટ સ્ટેશન ઉપર જ્યાં બે લાઈન ભેગી થાય છે, ત્યાં હવે મુસાફરો બ્લુ કે રેડ લાઈન ફોલો કરી પોતાની ટ્રેન પકડી શકશે.