Trending

શહાદતનો સંદેશ કે યુદ્ધનો ઈશારો?

ખામેનેઈના અકાઉન્ટથી શેર થયેલી ધર્મિક આયાત થી હલચલ:ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી ખામેનેઈના મોતના અહેવાલો વચ્ચે એક મોટો રાજકીય સંદેશ સામે આવ્યો છે. અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં તેમના મોત થયાનું કહેવામાં આવી રહ્યું છે અને આ અંગે ઈરાની મીડિયાએ પુષ્ટિ કરવાનો દાવો કર્યો છે. આ દરમિયાન ખામેનેઈના સત્તાવાર સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી ધાર્મિક લખાણ એક શેર કરવામાં આવ્યું છે, જેને તેમના “શહાદત”ના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ પોસ્ટમાં લખાયું છે કે, “મોમિનોમાં કેટલાક એવા લોકો છે જેમણે અલ્લાહ સાથે કરેલો વાયદો સાચા અર્થમાં પૂર્ણ કર્યો. કેટલાકે શહાદત મેળવીને પોતાનો સમય પૂર્ણ કર્યો છે અને કેટલાક હજુ રાહ જોઈ રહ્યા છે. તેમણે પોતાના સંકલ્પમાં કોઈ ફેરફાર કર્યો નથી.”

આ આયત ઇસ્લામિક હોવાનું જણાવવામાં આવ્યું છે.આ પોસ્ટને ઘણા વિશ્લેષકો અમેરિકાને અને ઇઝરાયેલને સંકેતભરી ચેતવણી તરીકે પણ જોઈ રહ્યા છે. સંદેશમાં એવો અર્થ કાઢવામાં આવી રહ્યો છે કે ઈરાનનો સંઘર્ષ અને તેની નીતિઓમાં કોઈ બદલાવ નહીં આવે. એટલે કે, નેતૃત્વ બદલાય તો પણ ઈરાન પોતાની સ્થિતિ પર અડગ રહેશે.

ખામેનેઈના મોત પછી હવે ઈરાનમાં આગામી નેતૃત્વ અંગે ચર્ચાઓ તેજ બની છે. અહેવાલો મુજબ, તેમના પુત્ર મુજતબા ખામેનેઈને દેશની કમાન સોંપવાની શક્યતા ચર્ચામાં છે. જો આવું બને તો આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેની અસર જોવા મળી શકે છે.બીજી તરફ, ઈરાનમાં સત્તા પરિવર્તનની ચર્ચાઓ વચ્ચે એક નામ વધુ ચર્ચામાં છે,” રજા પહલવી ” તેઓ પૂર્વ ઈરાની શાસક શાહ મોહમ્મદ રજા પહલવીના પુત્ર છે અને વર્ષોથી અમેરિકામાં રહે છે. કેટલાક વર્તુળોમાં માનવામાં આવે છે કે પશ્ચિમી દેશો ઈરાનમાં બદલાવ ઈચ્છે છે, પરંતુ હાલની પરિસ્થિતિ બતાવે છે કે ઈરાનની રાજકીય સ્થિતિ હજુ પણ જટિલ અને અનિશ્ચિત બની રહી છે.

આ રીતે, ખામેનેઈના અકાઉન્ટ પરથી શેર થયેલી એક આયત માત્ર ધાર્મિક સંદેશ નહીં પરંતુ વૈશ્વિક રાજકીય સંકેત તરીકે પણ જોવામાં આવી રહી છે. હવે આગળ ઈરાનમાં નેતૃત્વ કોણ સંભાળે છે અને તેની વૈશ્વિક રાજનીતિ પર શું અસર પડે છે, તે પર સૌની નજર છે.

Most Popular

To Top