SURAT

વેપારીની માહિતી મેળવવા કારીગરને વરાછાના એક કારખાનામાં ગોંધી રખાયો અને પછી..

સુરત : રિંગરોડ પશુપતિ માર્કેટમાં ઉઠમણું કરનાર વેપારી (merchant) ક્યાં છે તેની માહિતી મેળવવા માટે તેના જ કારીગરનું રિંગરોડની આરકેટી માર્કેટમાંથી અપહરણ કરીને વરાછાના (Varacha) એક કારખાનામાં ગોંધી રખાયો હતો. અહીં કારીગરની પાસે સ્ટેમ્પ પેપર ઉપર લખાણ લઇને તેને પરવત પાટીયા પાસે ઉતારી દેવાયો હતો. અપહરણકારોએ કારીગરને ધમકાવ્યો કે, તારા શેઠ પાસેથી 4.50 લાખ લેવાના છે, તે હવે તારે આપવા પડશે કહીને માર પણ મરાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ પરવત ગામ અંકુર એપાર્ટમેન્ટમાં રહેતા કેશરીમલ બિરજીચંદ શર્મા (ઉ.વ.૩૬) લેસ પટ્ટીના ખાતામાં સ્ટિચીંગ કરવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. કેશરીમલ ગત તા. 24મીના રોજ રિંગરોડ સહારા દરવાજા પાસે આર.કે.ટી માર્કેટમાં ઉઘરાણીના કામ માટે ગયા હતા તે વખતે માર્કેટના અપર ગ્રાઉન્ડના પેસેજમાં વરાછા ઘનશ્યામનગરમાં એમ્બ્રોઈડરીનું ખાતુ ધરાવતા કિશોર અશોક સવાણી, તેનો કારીગર વિપુલએ ઉભા રાખીï શર્ટનો કોલર પકડી લીધો હતો અને કહ્યું કે, ‘પશુપતિ માર્કેટમાંï રાજ ટેક્ષટાઈલ્સના શેઠ રાજુભાઈ ક્યાં છે તેની પાસેથી અમારે સાડા ચાર લાખ રૂપિયાïનું પેમેન્ટ બાકી છે અને તે દુકાન બંધ કરી નાસી ગયા છે તું તેને ત્યાં કામ કરતો હતો. જેથી તને બધુ ખબર છે તો તેનું ઘર અમને બતાવ’ કહી ધમકાવી ઢોરï માર માર્યો હતો અને બાઈક પર બેસાડી પોલીસ ચોકીમાં લઈ જવાનું કહી તેના વરાછાના કારખાનામાં લઇ ગયા હતા. ત્યાં ઓફિસમાં જ કેશરીમલને ઢોર માર મારવામાં આવ્યો હતો અને સાડા ચાર લાખની ઉઘરાણી કરવામાં આવી હતી.

અપહરણકારોએ કેશરીમલના મોબાઇલમાંથી તેના આધારકાર્ડની કોપી લઇને તેની પ્રિન્ટ કઢાવી હતી અને તેના આધારે સ્ટેમ્પ પેપર ઉપર અંગુઠાનું નિશાન અને સહી કરાવી લેવામાં આવી હતી. રાત્રીના 11 વાગવા છતાં પણ કેશરીમલ ઘરે નહીં પહોંચતા તેની પત્નીએ કેશરીમલને ફોન કર્યો હતો. બીજી તરફ અપહરણકારોએ કેશરીમલનો ફોન ઉચક્યો હતો અને તેના પતિ વિશે વાત કરતા મહિલાએ ધમકી આપી કે, જો તમે મારા પતિને નહીં છોડો તો હું પોલીસમાં ફરિયાદ કરું છું. ત્યારબાદ રાત્રીના સમયે જ કેશરીમલને પરવત પાટીયા પાસે ઉતારી દેવામાં આવ્યો હતો. બનાવ અંગે કેશરીમલે કિશોરભાઇ અશોકભાઇ સવાણી (રહે. ઘનશ્યામ નગર, લાભેશ્વર પોલીસ ચોકી પાછળ, વરાછા) તેમજ વિપુલ અને બીજા બે અજાણ્યા યુવકોની સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top