એક્ટર ડેની ડૅન્ઝપ્પા સાથે મુલાકાત થઇ હતી, તે સમયે ફિલ્મ મેકર બી.આર ચોપડા ઘણી બધી ફિલ્મો બનાવી ચુક્યા હતા અને પોપ્યુલર ફિલ્મ મેકર હતા. ડેની ત્યારે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ફાઇનલ યરની એક્ઝામ આપી રહ્યા હતા અને ત્યારે ફિલ્મમેકર બી.આર ચોપડા તેમના એક્ઝાઇમનર હતા, તેમણે મને જોયો અને બોલાવ્યો હતો અને એન્કરેજ કરતા કહ્યું હતું કે તું એકદમ ડિફરન્ટ ટાઈપનો એક્ટર છે, કિપ ઈટ અપ.
તું તારો કોર્સ પૂરો કરીને મને મુંબઈ મળવા આવજે ત્યારે તને હું મારી અપકમિંગ ફિલ્મોમાં જરૂર ભૂમિકા ભજવવા માટે આપીશ. હું દાર્જિલિંગમાં રહેતો હતો અને હું આશરે 9 વર્ષનો હોઈશ ત્યારે દાર્જિલિંગમાં મારા ભાઈ સાથે બી.આર ચોપડાની ફિલ્મ “નયા દૌર” જોવા ગયો હતો , શરૂઆતમાં ફિલ્મની ભાષામાં મને સમજ નહોતી કારણકે મને ભાષા નહોતી. મેં મારી જિંદગીમાં પહેલીવાર થિયેટરમાં પગ મુક્યો હતો અને પહેલી ફિલ્મ જોઈ હતી એ બી.આર ચોપડાની ફિલ્મ હતી.
હું મુંબઈ આવ્યો ત્યારે બી.આર.ચોપડા સાહેબને મળવા ગયો ત્યારે તેઓ દિલીપ કુમાર સાથે ફિલ્મ “દાસ્તાન” બનાવી રહ્યા હતા અને આ પારિવારિક ફિલ્મ હતી, પણ ત્યારે તેમણે મને કહ્યું હતું કે આ ફિલ્મમાં તારે માટે કોઈ ભૂમિકા નથી. તું હાલમાં કામ મેળવવા માટે પ્રયત્ન કર અને સ્ટ્રગલ કરતો રહેજે. થોડા સમય બાદ તેમણે “ધૂંધ”ફિલ્મનું પ્લાનિંગ કર્યું હતું અને ફિલ્મ મેકર બી.આર ચોપડાના આસિસ્ટન્ટ દ્વારા મને બોલાવવામાં આવ્યો હતો , ત્યાં હું ગયો ત્યારે સઈદ મિર્ઝાના ફાધર , મિસ્ટર પાઠક અને બીજા રાઇટર પણ ત્યાં બેઠા હતા , અહીં સ્ક્રીન પ્લે રાઇટર અને ડાયલોગ રાઇટર બેઠા છે તેઓ સંવાદ અને સ્ટોરી સંભળાવશે તેમની ભૂલ તમારે શોધી બતાવવાની છે.
એક નવો સ્ટ્રગલર જે તમારે ઘેર આવ્યા છે અને તમે એને ભૂલ શોધી કાઢવા માટે કહી રહ્યા છો. આ ફિલ્મના કેરેક્ટર પહાડી છે અને પર્વતીય વિસ્તારની આખી પટકથા છે અને ફિલ્મમાં ઈંસ્પેક્ટરની ભૂમિકા પણ છે , તેમણે કહ્યું હતું કે ઇન્સ્પેક્ટરની ભૂમિકાની લંબાઈ વધુ છે અને હસબન્ડની ભૂમિકા કરતા ઇન્સ્પેક્ટરની ભૂમિકા સરસ છે, મેં કહ્યું કે મારે હસબન્ડની ભૂમિકા ભજવવી છે તો તેમણે કહ્યું હતું કે હસબન્ડની ભૂમિકા માટે ઓલરેડી અમિતાભ બચ્ચનને સાઈન કરવામાં આવ્યા છે. હું આ વાત સાંભળી ડિપ્રેસ થઇ ગયો હતો અને મેં ચોપડા સાહેબને કહ્યું હતું કે તમે મને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોમિસ આપ્યું હતું કે તમે મને બ્રેક આપશો , બી.આર ચોપડાને ત્યાં જ વિચાર આવ્યો કે આ સ્ટ્રગલર છે અને આટલી સારી ભૂમિકા આપી રહ્યો છું એનો અસ્વીકાર કરી રહ્યો છે.
તેમણે મને કહ્યું હતું કે આ ભૂમિકા કરવી કે નહિ કરવી એ અંગે તું વિચાર કર અને મને જણાવ, તને કોઈની પાસે સલાહ લેવી હોય તો લઈ લે અને આ ભૂમિકા અમે તને ઓફર કરી છે. લકીલી તે દિવસોમાં અમિતાભ બચ્ચનની ફિલ્મ “આનંદ” રિલીઝ થઇ હતી અને અમિતાભ બચ્ચનની ભૂમિકાના ઘણા વખાણ થયા હતા અને તેમણે નેગેટિવ ભૂમિકા ભજવવી નહોતી એટલે તેમની ભૂમિકા શત્રુઘ્ન સિન્હાને ભજવવા માટે આપવામાં આવી હતી, હું ફિલ્મ મેકર બી.આર ચોપડા પાસે દોડીને ગયો હતો અને મેં કહ્યું હતું કે અમિતજીએ ભૂમિકા રિફ્યૂઝ કરી છે તો આ ભૂમિકા તમે મને ભજવવા માટે આપી દો તો સામે બી.આર ચોપડાએ કહ્યું કે આ ભૂમિકા માટે શત્રુઘ્ન સિન્હાને અમે સાઈન કર્યા છે.
શત્રુઘ્ન સિન્હાની આદત હતી તેઓ ટાઈમ ઉપર સેટ પહોંચ્યા નહોતા ત્યારે બી.આર ચોપડા ગુસ્સે ભરાયા હતા અને શત્રુઘ્ન સિન્હા ફિલ્મમાંથી આઉટ થઇ ગયા હતા , મને આ બધી વાતો મારા ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટનો મિત્ર જણાવતો હતો જે બી.આર ચોપડાનો આસિસ્ટન્ટ હતો તે મને સેટ ઉપરની અપડેટ આપતો હતો.
હું ફરી એકવાર દોડીને બી.આર ચોપડા પાસે ગયો હતો અને મેં કહ્યું હવે તો મને આ ભૂમિકા ભજવવા માટે આપી દો તેમણે કહ્યું હતું કે તું બહુ નાનો લાગે છે આ ભૂમિકા માટે એક મેચ્યોર લુક વાળો ચહેરો જોઈએ છે. હું ત્યારે 21 વર્ષનો હતો તેમણે મને કહ્યું કે તું બહુ નાનો છે. મેં કહ્યું હતું કે હું આ ભૂમિકા સારી રીતે ભજવી શકીશ તેમણે મેકઅપ મેનને બોલાવી મારો લુક રેડી કરાવ્યો અને ત્યાર બાદ સ્ક્રીન ટેસ્ટ રેડી કરાવ્યો હતો. ત્યાર બાદ મારો સ્ક્રીન ટેસ્ટ થયો અને મેં આ ભૂમિકા ભજવી અને મારી ભૂમિકાના ઘણા વખાણ થયા હતા, ત્યાર બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી અફવાહ ફેલાવવામાં આવી હતી કે આ છોકરો સિક્કિમથી આવ્યો છે અને તેને હિન્દી બોલતા પણ આવડતું નથી.
આ ડાયલોગ બીજાએ ડબ કર્યા છે એવી અફવાહ શરુ થઇ ગઈ હતી બી.આર ચોપડાને હું સીનમાં ફેરફાર કરવા માટે વારંવાર સજેશન પણ આપતો હતો અને તેઓ ચીડવાય જતા હતા અને સેટ ઉપર પણ લોકો ગુસ્સે ભરાતા હતા કે કાલ સવારનો ન્યૂકમર છોકરો અમને ફિલ્મમેકિંગના પાઠ ભણાવે છે, ત્યાર બાદ લંચ બ્રેકમાં જોક બનતા હતા કે ડેની હવે શું સજેશન છે? જોક કરવામાં આવતા હતા કે હવે આગળ આ સ્ક્રીન પ્લેમાં શું ઈમ્પ્રુવમેન્ટ આપણે કરી શકીએ છીએ? બીજા દિવસે લોકેશન શોધવા માટે બી .આર ચોપડા સવારે 4 વાગ્યે નીકળતા હતા ત્યારે હું સીનને જોવા માટે એમની પાસે આવ્યો કે પેલા સીન જોવા છે એમના ભાઈ ધરમ ચોપડા જે સિનેમેટ્રોગ્રાફર હતા તેમણે એમના ભાઈને કહ્યું કે આ ડેની બહુ મગજમારી કરે છે, શોટની વાત કરે છે , ત્યારે ધરમ ચોપડાએ કહ્યું કે આ શોટ રહેશે કે નહિ રહેશે એની કોઈ ગેરેન્ટી નથી.
હવે તમને ખુલાસો આપું છું કે કેમ મને બી.આર ચોપડા માટે મને કેમ ખુબ જ માન છે તેમણે પ્રેસ કોન્ફ્રન્સ બોલાવી હતી અને તેમાં તેમણે પ્રેસવાળાને જણાવ્યું હતું કે આ ફિલ્મમાં વોઇસ આ યુવકનો પોતાનો છે અને ડેનીનો અવાજ ડબ કરવામાં આવ્યો નથી. તેમની જૂની ફિલ્મો “ધર્મપુત્ર” , “નયા દોર” , “ધૂલ કા ફૂલ” , “ઈતીફાક” જોઈ લો તેમની ફિલ્મો સમય કરતા આગળ રહેતી હતી. એક ઇન્ટરવ્યૂમાં મેં કહ્યું હતું કે જે લોકોને કોઈ ઓળખતું નથી તેમને જો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળી રહ્યા છે તો બી.આર ચોપડા સરને પણ દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળવો જોઈએ અને ત્યાર બાદ એમને જયારે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળ્યો તેનો મને બહુ આનંદ થયો હતો. તેઓ વી.શાંતારામ, ગુરુદત્ત અને બિમલ રોય જેવા જ ટેલેન્ટેડ ફિલ્મમેકર હતા જેમની ફિલ્મમાં આર્ટ અને કોમર્શિયલ બંને ફ્લેવર હતા અને ફિલ્મમાં એક બોધ અને સંદેશો પણ મળતો હતો. આજે પણ તેમની ફિલ્મો સમય કરતા આગળ અને સુપિરિયર હોય છે.