Sports

દિવાળીની ગિફ્ટ : ભારતે પાકિસ્તાનને પછાડી વર્લ્ડ કપમાં ખાતું ખોલ્યું

ભારતે પાકિસ્તાનને કરારી સિકસત આપી ભરતીયોને દિવાળીની ગિફ્ટ આપી ખુશ કરી દીધા હતા.આખરી ઓવરમાં જબરજસ્ત ટ્વીસ્ટ અને ટર્ન સાથે ભારતે હારની બાજીને જીતમાં ફેરવી કાઢી હતી અને ક્રિકેટ પ્રેમીઓને દિવાળીની ગિફ્ટ આપી ભારતે પાકિસ્તાનને પછાડી ટી-20 વર્લ્ડ કપમાં ખાતું ખોલ્યું છે.

વિરાટ-હાર્દિકની 113 રનની ભાગીદારી
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ T20 વર્લ્ડ કપના આ હાઈવોલ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાને 160 રનનો ટાર્ગેટ મળ્યો છે. જેમાં ટીમે પહેલી વિકેટ કેએલ રાહુલના રૂપમાં ગુમાવી હતી.જોકે ત્યારબાદ વિરાટ કહોલી અને હાર્દિક પંડ્યાએ ક્રિઝ ઉપર બાજી સાંભળી લેતા ભારતને જીત આપવી હતી.વિરાટ અને હાર્દિકે 113 રનની ભાગીદારી નોંધવી હતી.વિરાટે અંગત 82 રનનો સ્કોર નોંધાવી મેન ઓફ ઘી મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.આખરી 25 બોલમાં 68 રનની જરૂર હતી જોકે એવામાં હાર્દિક 40 રન ઉપર આઉટ થઇ ગયો હતો અને એ સાથે જ બન ખેલાડીઓને ભાગીદારી સમાપ્ત થઇ હતી.

વિરાટ કોહલીએ છેલ્લી ઓવરમાં ભારતને જીતાડ્યું, પાકિસ્તાનને પરાસ્ત થયું
ભારતને પાકિસ્તાન સામે જીતવા માટે 160 રન બનાવવાના હતા, જે ભારતીય ટીમે છેલ્લા બોલે હાંસલ કરી લીધા હતા. વિરાટ કોહલીએ 82 રનની અણનમ ઇનિંગ રમીને ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હાર્દિક પંડ્યાએ પણ 40 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. આ પહેલા ભારતીય બોલરોએ મેચની શરૂઆતની ઓવરો અને મિડલ ઓવરોમાં શાનદાર બોલિંગ કરી હતી, જેના કારણે પાકિસ્તાન 159 રનના સ્કોર સુધી જ પહોંચી શક્યું હતું. ભારતીય ટીમ માટે બોલિંગમાં અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યા ખૂબ જ અસરકારક સાબિત થયા હતા. કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત કોઈ વર્લ્ડ કપમાં પ્રવેશ કરી રહી છે. છેલ્લા T20 વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાનના હાથે 10 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં મેલબોર્નમાં હવે ટીમ ઈન્ડિયા બાબર આઝમની આ સેનાની ધોલાઈ કરીને પોતાનો બદલો લેવા માંગશે. ટીમ ઈન્ડિયાએ 15 વર્ષથી કોઈ ટી-20 વર્લ્ડ કપ જીત્યો નથી, તેથી આ સપનું પણ પૂરું કરવું જરૂરી છે.

ભારતની 4 વિકેટની જીત
ટીમ ઈન્ડિયાએ રોમાંચક મેચમાં પાકિસ્તાનને ચાર વિકેટથી હરાવ્યું. ભારતીય ટીમની જીતનો હીરો રહ્યો વિરાટ કોહલી જેણે 53 બોલમાં 82 રનની અણનમ ઇનિંગ રમી હતી. રવિચંદ્રન અશ્વિને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી હતી. આ જીત સાથે ભારતે ગયા વર્ષના વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો લીધો હતો. ભારતની શરૂઆત સારી રહી ન હતી અને તેણે કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. આ પછી ભારતના સૂર્યકુમાર અને અક્ષર પટેલ પણ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા, જેના કારણે ભારતનો સ્કોર 4 વિકેટે 31 રન થઈ ગયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા વચ્ચે 113 રનની સદીની ભાગીદારીએ ભારતને મેચ જીતાડવામાં મદદ કરી હતી. કોહલીએ પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ હાર્દિક પંડ્યાએ 40 રનની ઇનિંગ રમી હતી.

Most Popular

To Top