SURAT

9 માર્ચે નવસારી-મરોલી વચ્ચે મેગા બ્લોક: અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર

પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન દ્વારા નવસારી અને મરોલી વચ્ચે RH ગાર્ડ ડી-લૉન્ચિંગની કામગીરી માટે મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. આ કામગીરીને કારણે અમદાવાદ-મુંબઈ મેઈન લાઇન પર દોડતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને ટ્રેન વ્યવહાર પર અસર પડશે. રેલવે મુજબ, કામગીરી બે તબક્કામાં હાથ ધરાશે. આવતીકાલે 9 માર્ચે સવારે 10:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી ડાઉન મેઈન લાઇન પર બ્લોક રહેશે, જ્યારે 10 માર્ચે બપોરે 12:00 વાગ્યાથી 3:00 વાગ્યા સુધી અપ અને ડાઉન બંને લાઇન પર કામગીરી થશે. આ કારણે કેટલીક ટ્રેનો રી-શેડ્યૂલ કરવામાં આવી છે. ટ્રેન નંબર 19016 પોરબંદર–દાદર એક્સપ્રેસ 9 માર્ચે પોરબંદરથી લગભગ 1 કલાક 10 મિનિટ મોડે રવાના થશે. ટ્રેન નંબર 20968 પોરબંદર–સિકંદરાબાદ એક્સપ્રેસ 10 માર્ચે પોરબંદરથી 1 કલાક 10 મિનિટ મોડેથી ઉપડશે.

આ સિવાય ભીવાની એક્સપ્રેસ, બાંદ્રા–લાલકુવા એક્સપ્રેસ, દાદર-પોરબંદર એક્સપ્રેસ અને દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસના સમયમાં પણ ફેરફાર કરાયા છે. સાથે જ ટ્રેન નંબર 09055 બાંદ્રા ટર્મિનસ-ઉધના સ્પેશિયલ ટ્રેન 10 માર્ચે ઉધના સુધી જવાની બદલે બિલીમોરા સ્ટેશન સુધી જ જશે. જ્યારે ટ્રેન નંબર 09056 ઉધના-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન ઉધનાની બદલે બિલીમોરાથી ફરી રવાના થશે. રેલવે દ્વારા મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રેનોના સમય અને વ્યવસ્થા અંગે માહિતી તપાસી લેવા અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top