National

મેરઠ મર્ડર મિસ્ટ્રી:એસિડથી સળગાવેલો ચહેરો,‘અર્ચિતા’ નહીં પંરતુ મુહબ્બત ને મળ્યો ન્યાય

‘અર્ચિતા’ નહીં પરંતુ તુર્કમેનિસ્તાનની મુહબ્બત’ નીકળતા કેસમાં મોટો ખુલાસો

ફેક આધાર કાર્ડ, પૈસાનો ઝઘડો અને 500 CCTV તપાસ પછી પોલીસએ ડબોચ્યા ચાર આરોપી

ઉત્તર પ્રદેશના Meerutમાં થયેલા રહસ્યમય હત્યા કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. એસિડથી ચહેરો સળગાવવામાં આવેલી મહિલાની ઓળખ શરૂઆતમાં ‘અર્ચિતા અરોરા’ તરીકે કરવામાં આવી હતી, પરંતુ તપાસ આગળ વધતાં ખુલ્યું કે તે વાસ્તવમાં તુર્કમેનિસ્તાનની ‘મુહબ્બત’ હતી, જે ભારતમાં ખોટી ઓળખ સાથે રહી રહી હતી. હાલ પોલીસે આ કેસમાં ચાર આરોપીઓને ધરપકડ કરી છે.

આરોપીઓમાં ચંચલ કુમાર ઉર્ફે બંટી, ગુરમુખ ઉર્ફે અરવિંદ, સંદીપ ઉર્ફે સિટ્ટુ અને વિવેક ઉર્ફે કાકા સામેલ છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓએ મહિલાની ઓળખ છુપાવવા માટે તેના ચહેરા પર એસિડ નાખ્યું અને હાથ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, 21 ફેબ્રુઆરીએ ભગવતી ફાર્મહાઉસ નજીક માળવાણા ખુર્દ પોલીસ ચોકી પાસે મહિલાનું મૃતદેહ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે એક હોટેલમાં પૈસાને લઈને થયેલા ઝઘડાથી ઘટનાની શરૂઆત થઈ હતી. આરોપીઓ અને મહિલા સાથે બેઠા પીણું કરતા હતા ત્યારે વાદવિવાદ વધ્યો. દરમિયાન મહિલાએ આરોપીઓને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારબાદ આરોપીઓએ મહિલાને માર મારીને કમ્બળથી દબાવી હત્યા કરી હોવાનો આરોપ છે.

ઘટના બાદ આરોપીઓએ મૃતદેહને કારમાં લઈ જઈ એસિડ નાખીને ઓળખ નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો અને માળવાણા વિસ્તારમાં ફેંકી દીધો. પોલીસને તપાસ દરમિયાન વાહન, એસિડની ખાલી બોટલ અને કમ્બળ મળી આવ્યા.

કેસમાં મોટો વળાંક: ત્યારે આવ્યો જ્યારે મહિલાની માતા નાઝમુદિનોવા ગુલનારાે વિડિયો કોલ દ્વારા પોલીસનો સંપર્ક કર્યો. તેમણે કાનના ટોપ્સ અને કપડાં પરથી મૃતદેહની ઓળખ પોતાની દીકરી મુહબ્બત તરીકે કરી. તપાસમાં તુર્કમેનિસ્તાનનો 2019માં સમાપ્ત થયેલો પાસપોર્ટ પણ મળ્યો.

પોલીસે લગભગ 500 CCTV ફૂટેજ તપાસ્યા : બાદ આરોપીઓને શોધી કાઢ્યા. હાલમાં ચારેય આરોપીઓને કોર્ટમાં રજુ કરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. સાથે જ મહિલા ભારતમાં ખોટી ઓળખ સાથે કેવી રીતે રહી રહી હતી તેની પણ વિસ્તૃત તપાસ ચાલી રહી છે.આ સમગ્ર ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે અને પોલીસે કહ્યું છે કે કેસમાં હજુ અનેક મહત્વપૂર્ણ વિગતો બહાર આવવાની શક્યતા છે.

Most Popular

To Top