ગાંધીનગર : નેશનલ મેડિકલ કમિશન (National Medical Commission) દ્વારા ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન- 2023 દ્વારા નવું નોટિફિકેશન જાહેર કરાયું છે. જેમાં મેડિકલ કોલેજના (Medical College) પ્રવેશ માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મેડિકલના પ્રથમ વર્ષ માટે નીટની પરીક્ષા આપવાની રહેશે. જ્યારે ધોરણ- 12માં 50 ટકા માર્કસ લાવવા જરૂરી હતા, તેના બદલે હવે માત્ર ધોરણ- 12માં પાસ થવું જરૂરી છે. ધોરણ- 12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી વિષય સાથે પાસ થયેલા કોઈપણ વિદ્યાર્થી નીટની પરીક્ષા આપી શકશે. નવા નિયમો આ વર્ષથી લાગુ કરાશે. નવા નિયમો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલી ઓથોરિટી દ્વારા દેશની તમામ મેડિકલ કોલેજોમાં કોમન પ્રવેશ અપાશે.
પ્રથમ વર્ષમાં એડમિશન લીધા બાદ બીજા વર્ષે કોલેજ બદલી શકાશે નહીં, નીટમાં મિનિમમ એલિસેબલ સ્કોર (માર્કસ) નહીં હોય તેવા વિદ્યાર્થીને દેશની કોઈપણ મેડિકલ એજ્યુકેશનમાં પ્રવેશ મળી શકશે નહીં. વિષય દીઠ સ્કોરને ધ્યાને લીધા બાદ પણ જો સ્કોરમાં ટાઈ પડે તો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરાશે, જેમાં કોઈપણ માનવીય હસ્તક્ષેપ નહીં ચાલે, બે વિદ્યાર્થીઓના સરખા નીટ સ્કોર હોય તેવી સ્થિતિમાં ફિઝિક્સ ત્યારબાદ કેમેસ્ટ્રી અને ત્યારબાદ બાયોલોજીના સ્કોર (માર્કસ)ને ધ્યાને લેવાશે, હવે બારોબાર પ્રવેશ આપી નિયમ ભંગ કરનારી કોલેજને એક કરોડનો દંડ દંડ થશે.
મેડિકલમાં પ્રવેશ માટે નવા નિયમો જાહેર કરાયા છે. જે આ વર્ષથી જ લાગુ કરી દેવામાં આવશે. આ સાથે જ મેડિકલ કોલેજોમાં ઇસ્પેક્શન બંધ બંધ કરાશે, પરંતુ કોલેજોએ એફિડેવીટ આપવાની રહેશે.