National

યુદ્ધના કારણે યુક્રેનથી પરત આવેલા મેડીકલનાં વિદ્યાર્થીઓને ભારતમાં એડમીશન નહી મળે

નવી દિલ્હી: યુક્રેન(Ukraine)થી પરત(Return) આવેલા મેડિકલ વિદ્યાર્થી(Medical Student)ઓનો કેસ કોર્ટ(Court Case)માં પેન્ડિંગ છે. કોર્ટમાં પોતાનો પક્ષ રાખતા કેન્દ્રએ કહ્યું છે કે મેડિકલ વિદ્યાર્થીઓને ભારતીય યુનિવર્સિટીઓમાં રાખી શકાય નહીં. વિદ્યાર્થીઓ તેમની યુક્રેનિયન કોલેજોમાંથી મંજૂરી મેળવ્યા પછી અન્ય દેશોમાં ટ્રાન્સફર કરવાનું પસંદ કરી શકે છે. સરકારે કહ્યું કે નબળા NEET સ્કોર અથવા સસ્તી કોલેજ ફીના કારણે વિદ્યાર્થીઓએ યુક્રેનમાં મેડિકલ કોલેજ પસંદ કરી છે. જો ઓછા NEET સ્કોર્સ ધરાવતા વિદ્યાર્થીઓને સ્થાન આપવામાં આવશે તો પહેલાથી જ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ વાંધો ઉઠાવી શકે છે. યુક્રેનથી ઓછા NEET સ્કોર્સ સાથે પરત ફરેલા વિદ્યાર્થીઓને ભારતીય કોલેજોમાં પ્રવેશથી દેશના તબીબી શિક્ષણના ધોરણને અસર થશે.

  • વિદ્યાર્થીઓ NEETમાં ઓછો સ્કોર, સસ્તી ફીના કારણે યૂક્રેન જતા રહ્યા હતા
  • આ વિદ્યાર્થીઓને ભારતમાં એડમિશન ન આપી શકાય : કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
  • વિદ્યાર્થીઓ યૂક્રેનની કોલેજોની મંજૂરી બાદ અન્ય દેશોમાં ટ્રાન્સફરનો વિકલ્પ પસંદ કરી શકે છે

સુપ્રીમ કોર્ટમાં આપેલા સોગંદનામામાં કેન્દ્રએ કહ્યું હતું કે, “એ નમ્રતાપૂર્વક નોંધ લેવામાં આવે છે કે જો આ વિદ્યાર્થીઓ (A) જો નબળા મેરિટ હોવા છતાં દેશની સૌથી પ્રતિષ્ઠિત કોલેજોમાં પ્રવેશ આપવામાં આવે, તો તે એવા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે કે જેઓ કેટલાક ઓછા NEET સ્કોરને કારણે આ કોલેજોમાં પ્રવેશ મેળવી શક્યા નથી અને તેઓએ ઓછી પ્રતિષ્ઠિત કોલેજોમાં પ્રવેશ લેવો પડશે. (B) ખાનગી કોલેજોમાં એડમિશન આપવામાં આવે છે, આવી કોલેજોની ફી યુક્રેનની યુનિવર્સિટીઓની ફી કરતા ઘણી વધારે હશે જે વિદ્યાર્થીઓને પોષાય નહીં. એફિડેવિટમાં, કેન્દ્રએ જણાવ્યું હતું કે, “સામાન્ય NEET પરીક્ષા 2018 થી લેવામાં આવી રહી છે અને માત્ર 50 પર્સેન્ટાઇલથી વધુ મેળવનાર ઉમેદવારો જ ભારતીય તબીબી સંસ્થાઓમાં પ્રવેશ માટે પાત્ર છે.” કેન્દ્રનું કહેવું છે કે વિદ્યાર્થીઓ “NEET પરીક્ષામાં નબળા સ્કોર” અથવા સસ્તી ફી માટે અભ્યાસ કરવા યુક્રેનની યુનિવર્સિટીઓમાં ગયા હતા. તમને જણાવી દઈએ કે યુદ્ધ પ્રભાવિત યુક્રેનથી પરત આવેલા મેડિકલ વિદ્યાર્થીઓને ભારતીય યુનિવર્સિટીમાં પ્રવેશ આપવાની માંગ પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સરકાર આ વિદ્યાર્થીઓને અન્ય દેશોમાંથી અભ્યાસ પૂર્ણ કરવા દેવાની તરફેણમાં છે પરંતુ ભારતીય કોલેજોમાં પ્રવેશ આપવા માટે અસંમત છે. આ મામલે સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં નિર્ણય લેશે.

Most Popular

To Top