મીડિયામાં બેઠેલા શિક્ષિત અને અભ્યાસુ મહાનુભાવોને રાજકીય પક્ષોનાં ૮–૧૨ ધોરણ પાસ અને ક્યારેક જેલવાસ ભોગવી ચુકેલા નેતાઓ સલાહ આપતા હોય છે કે “એર કંડીશનલ સ્ટુડીયો અને બિસ્લેરીની બોટલથી પંડિત થવાય રાજનેતા નહી.’’ બજારની સફળતા અને મીડિયાની નિષ્ફળતાનાં વલણથી હવે લોકશાહીનાં ઘડતરનું કાર્ય મીડિયા પાસેથી સરકી રહ્યાની ગંભીર નોંધ લેવી પડે તેવો સમય આવી પહોંચ્યો છે. વરચ્યુઅલ સાયકોલોજીમાં વિકસતી નવી પેઢી તો સ્માર્ટ ફોન ઉપર છાપા સામયિક ફેરવી કાઢે છે. વોટ્સએપ, ટ્વિટર, ફેસબુકનાં અતિરેક વશાત કેટકેટલીય સંવેદનશીલ બાબતો અનદેખી રહી જાય છે. અને કોવિડ પછી તો પ્રિન્ટ મીડિયા ઉપર શનિની સાડાસાતી મંડાઈ છે. આમ છતાં જે બચ્યું છે તેના આધારે બંધારણીય મૂલ્યોની જાળવણીનું કાર્ય પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાથી થાય તે અનિવાર્ય અપેક્ષા બને છે.
જે જીતા વોહી સિકંદર- તેવા પ્રચલીત અભિગમનાં લીધે રાજકીય પક્ષો હવે કોઈ પણ સ્તરની તડ-જોડથી સત્તામાં રહેવાનું ગોઠવી રહ્યાંનું વલણ સહજ થયું છે અને આ માટે પક્ષો પોતાના ઉદ્યોગ જૂથોનાં ટેકે વર્તમાનપત્રો અને ટી.વી. ચેનલો ખરીદ કરેલ છે, પોતાની પાર્ટીને અનુરૂ૫ અભિપ્રાય પ્રજા મત તરીકે પ્રતિપાદીત કરવા ઉત્સાહી રહે છે. જનમત, લોકમત, એક્ઝીટ પોલ તેવા ફેન્સી નામથી મીડિયામાસ ઓપીનીયન તૈયાર કરવા પ્રયત્નશીલ રહે છે.
પરંતુ દેશનો આમ નાગરિક મીડિયાનાં અભિપ્રાયથી પોતાને અળગો રાખી રહ્યો છે. પરીણામે જનમત વિષયે ધારણાઓ લગભગ લગભગ હવામાં ઉડી જતી જોવા મળે છે. જમીની હકીકતો તો આવી જ કઈ છે. પણ તેથી ફરી બંધારણનાં મૂલ્યો ઉપર તો ફરી બજાર (સ્વાર્થવાદ) ની પકડ મજબૂત થઈ રહી છે! અર્થશાસ્ત્ર જેને “ગૃપ ઓફ કોમન ઈન્ટરેસ્ટ’ તરીકે જાણે છે તે વલણ અનુસાર સમાજસેવા, રાષ્ટ્રસેવા કે પછી વિકાસનાં ઓઠા તળે સમાન હિત જૂથ ધરાવતા સ્વાર્થી લોકોને એકઠા થવા આજે મોકળુ મેદાન મળી રહ્યું છે.
પરીણામે; ત્રણ શિયાળા વિત્યા છતાં યુક્રેન અને રશિયાનાં ગામડાંઓ અને શહેરોમાં સામાન્ય જનતા ઠુઠવાઈને મરી રહી છે. ઈઝરાઈલ અને ગાઝા પટ્ટી ઉપર છેલ્લા એક વર્ષમાં લાખો બાળકો અને સ્ત્રીઓ કાટમાળમાં દટાઈ મુવા છે. આપણા દેશમાં મણીપુરમાં હજારો કુકીઝ (જાતી) સમુદાયની વસાહતો બળીને ખાખ થઈ છે. આપણા ગામના સીમાડે રેલ દુઘર્ટના કે પછી ભ્રષ્ટાચારની બાંગ પોકરતા ખરાબ રસ્તાઓમાં અકસ્માતથી મૃત્યુ પામેલ કે અપાહિજ બનેલ નાગરીકોની સંખ્યા હજારોમાં જાય છે. આંતરરાષ્ટ્રીય સીમાડાઓથી લઈ ઘર આંગણા સુધી માનવતાના મૃત્યુ ઘંટ સમાન અસંખ્ય ઘટનાઓ પાછળ કોઈ એક ખામી હોય તો “રાજ્ય શાસકો ઉપર સત્વશિલ દબાણ જૂથનો અભાવ છે.”
વર્ષ ૧૭૮૦ એટલે કે આજ થી ૨૪૪ વર્ષ પહેલા ભારતમાં બંગાળ ગેજેટસ નામે અઠવાડીક શરૂ થયું. ૬૦ વર્ષ પહેલાં દુરદર્શનથી સમાચાર પ્રસારણનો ઈતિહાસ અત્યંત સશક્ત છે. રાજા રામ મોહનરાય, લોકમાન્ય ટિળકથી લઈ ગુજરાતમાં કાકા કાલેલકર સુધી પત્રકારત્વનો વારસો મજબૂતાઈથી ઉભો છે. સ્વતંત્રતા પૂર્વે ૧૮૯૦માં ત્રાવણકોર દિવાનની જો હુકુમી હોય કે ૧૯૪૨માં પત્રકાર તરીકે મહાત્મા ગાંધીની હાંકલ હોય, પત્રકારોએ ઈમરજન્સી, ભોપાલ દુરઘટના કે પછી ગોધરા હત્યાકાંડમાં નિર્ણયાત્મક ભૂમિકા ભજવી દેશના બંધારણનું સન્માન જાળવ્યું છે.
ત્યારે વિચારીએ કે મૂડીનું રોકાણ કરી રાજકીય પક્ષોની છત્રછાયામાં ગોઠવાતા પ્રજાનાં પ્રતિનિધિઓ અને બંધારણીય રીતે જે સરકાર છે તેવા અમલદારોના સમાન આર્થિક હિતોમાંથી સરજાતા પારાવાર પ્રશ્નોમાં પ્રજા અટવાય રહી છે તેવા ભ્રષ્ટ વાતાવરણ વચ્ચે માત્ર અને માત્ર મીડિયા દબાણ જૂથ તરીકે સામનો કરી શકે તેવી તાક્ત ઘરાવે છે. ભવ્ય ભૂતકાળ ઘરાવે છે. લોકશાહીમાં પાંચ વરસે એકવાર પ્રજા, મત દ્વારા પોતાની વાત મૂકવા હકદાર છે.
પરંતુ આજે સમાન હિત જૂથ પ્રજાને જ્ઞાતી, જાતી અને રેવડીની લાલચ આપી એક દિશા તરફ જતા રોકી રહી છે. ત્યારે બંધારણીય રાષ્ટ્રહિતનું રક્ષણ તો મીડિયાનાં દબાણથી જ શક્ય બનતું દેખાય છે. લોકશાહીનાં ચોથા આધારસ્તંભ સમાન પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા કોમન એજંડા તરીકે બંધારણીય હિતોનું રક્ષણ કરવા આગળ આવે તે સમયની માંગ બને છે. અને પ્રજા તરીકે વાચક પણ બંધારણીય અહિતથી પોતાની જાતને અળગી રાખવી તેને પોતાની ફરજ જાણે તેવો સમયનો તકાજો ઉદભવ્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.