અમદાવાદ(Ahmedabad): મંગળ ગ્રહ (Mars) પર ક્યૂરિયોસિટી (Curiosity) અને પ્રિઝરવેન્સ રોવર (Preserve Rover) દ્વારા છોડાયેલા ટ્રેકની (Track) તસ્વીરો એક બીજા ગ્રહ પર માનવ પ્રતિભાની યાદ અપાવે છે જે હજારો વર્ષથી અલગ રહ્યો છે. જો કે આ નિર્જન દુનિયા પર પોતાની છાપ છોડનાર આ બે રોવર્સ જ નથી, સાથે જ પ્રાકૃતિક શક્તિઓ પણ છે.
અમદાવાદમાં ફિઝીકલ રીસર્ચ લેબોરેટરીના વિજ્ઞાનીઓએ સપાટી પર ગગડતા પથ્થરો દ્વારા બનાવેલા હજારો માર્ગ શોધ્યા હતા. પથ્થરો દ્વારા બનાવેલા આ માર્ગનો ઉપયોગ હાલમાં જ ગ્રહ પર થયેલી ભૂસ્તરીય હલચલ પર ધ્યાન દોરવા કરી શકાય છે. માનવ આ લાલ ગ્રહમાં વધુ રસ ધરાવતો થયો છે અને નજીક ભવિષ્યમાં ત્યાં વસાહતો વિકસિત કરવાની યોજના બની રહી છે. ‘મંગળ અત્યારે સક્રિય છે’, એમ ફિઝીકલ રીસર્ચ લેબોરેટરીના પ્લેનેટરી સાયન્સ ડિવીઝનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. એસ વિજયને કહ્યું હતું, તેમણે આ શોધનું નેતૃત્વ કર્યું હતું.
આ અભ્યાસ ગયા મહિને જીઓફિઝીકલ રીસર્ચ લેટર્સમાં પ્રકાશિત થયો હતો તેમાં કહેવાયું હતું આ માર્ગોને ગાયબ થવામાં 2થી 4 મંગલ વર્ષનો (ધરતીના 4થી 8 વર્ષ) સમય લાગશે, જ્યારે ધરતી પર તે બહુ સમય સુધી જળવાઈ રહેતા નથી. જ્યારે પથ્થર પડે છે ત્યારે દરેક ઉછાળ પર સપાટી પરની રેગોલિથ (મંગળની સપાટીની સામગ્રી) અલગ પદ્ધતિમાં બહાર ફેંકાય છે. મંગળ પર આ પેટર્ન વી-આકારની દેખાય છે, જેમાં ફેલાવો નીચેની તરફ હોય છે અને દરેક ઉછાળ વચ્ચેનું અંતર અસમાન હોય છે.