SURAT

‘હું તારી સાથે લગ્ન કરવાનો છુ, તારા બાળકોને પિતાની જેમ સંભાળીશ’નું વચન આપી બળાત્કાર

સુરત : પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ (katargam)માં રહેતી અને બે સંતાનની માતા (mother)ને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના સંતાનોને પણ પિતા (father)ની જવાબદારી આપવાનું કહી મહિલાના માથામાં સિંદુર પૂર્યો હતો, મહિલાની સાથે બળાત્કાર (married woman rape)ગુજાર્યા બાદ રૂા. 30 હજાર આપીને દુકાનમાંથી ખરીદી કરાવી તરછોડી દીધી હતી. આ યુવકે મહિલાને તેના પતિને તમામ ઘટના કહી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગે કતારગામ પોલીસમાં ફરિયાદ (police complain) નોંધાતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, કતારગામમાં રહેતી અને કપડાનો વેપાર કરતી મહિલા ભારતીબેન (નામ બદલ્યુ છે)ની મુલાકાત કતારગામમાં ધોળકીયા ગાર્ડનની સામે સાગર આવાસમાં રહેતા નીખીલ રામજીભાઇ ટાંકની સાથે સને-2015માં થઇ હતી. ભારતીબેનના પહેલા લગ્ન થઇ ગયા હતા, તેમ છતાં પણ નીખીલે ભારતીબેનને પ્રેમ કરતો હોવાનું કહીને લગ્ન કરવા જણાવ્યું હતું. ભારતીબેને તેઓને બે સંતાન હોવાની વાત કરી હતી, ત્યારે નીખીલે કહ્યું કે, ‘હું તારી સાથે લગ્ન કરવાનો છુ, તારા બાળકોને પિતાની જવાબદારી સંભાળીશ’કહીને લાલચ આપી હતી. ભારતીબેન પણ નીખીલની વાતમાં આવી ગયા હતા અને તેની સાથે ફરવાનું શરૂ કરી દીધુ હતું.

નીખીલે ભારતીબેનના માથામાં સિંદુર પુરીને તેની સાથે લગ્ન કર્યા હતા અને વારંવાર બળાત્કાર કર્યો હતો. નીખીલે ભારતીબેનને રૂા. 30 હજાર રોકડા આપ્યા હતા, અને અલગ અલગ કપડાના દુકાનમાંથી ખરીદી કરાવી આપી હતી. સાત વર્ષ સુધી ભારતીબેન સાથે શરીરસંબંધ બાંધ્યા બાદ નીખીલે અચાનક જ ભારતીબેનને સાથે રહેવાની ના પાડી દીધી હતી. નીખીલે ભારતીબેનને ધમકી આપી કે, હવે તુ મારી પાસે આવી તો હું તારા પતિને જાણ કરી દઇશ અને તું સમાજમાં બદનામ થઇ જઇશ. આ બનાવ અંગે ભારતીબેનએ કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top