વૈવાહિક સંબંધોમાં બળાત્કાર (married rape)નો આરોપ લગાવનાર એક વ્યક્તિને ગુરુવારે છત્તીસગઢ હાઇકોર્ટે (chhattisgadh highcourt) નિર્દોષ છોડી મૂક્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કાયદેસર રીતે લગ્ન કરનારા બે લોકો વચ્ચે શારીરિક સંબંધ રાખવો, ભલે બળજબરી હોય, તેને બળાત્કાર કહી શકાય નહીં.
જો કે, કોર્ટે પુરુષ સામે અકુદરતી સંબંધ (unnatural sex)ની કલમ 377 ને માન્ય રાખી છે. તેમના હેઠળની કલમ મુજબ વ્યક્તિ સામે કેસ ચાલુ રહેશે. એક રિપોર્ટ અનુસાર, મહિલાએ તેના પતિ (husband) અને સાસુ (mother in law) પર દહેજ (dowry)ની માંગણી અને ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેની બાજુથી વિરોધ કર્યા બાદ પણ પતિ બળજબરીપૂર્વક અકુદરતી સેક્સમાં વ્યસ્ત રહે છે. આ મામલાની સુનાવણી કરતા જસ્ટિસ એન.કે.ચંદ્રવંશીએ કહ્યું કે, “જાતીય સંભોગ અથવા કોઈ પણ પુરુષનું આ પ્રકારનું કૃત્ય બળાત્કાર નહીં કહેવાય.” શર્ટ એક જ છે કે પત્નીની ઉંમર 18 વર્ષથી વધુ હોય.
ન્યાયાધીશે કહ્યું કે આ કેસમાં ફરિયાદી મહિલા આરોપી પુરુષની કાયદેસર પત્ની છે. આવી સ્થિતિમાં પતિ સાથે સંભોગ કરવો બળાત્કાર ના કહી શકાય. ભલે તે બળજબરીથી અથવા તેની સંમતિ વિના કરવામાં આવ્યું હોય. આ સાથે, કોર્ટે પુરુષને કલમ 376 એટલે કે બળાત્કારના આરોપમાંથી મુક્ત કર્યો. જો કે, તેના પર અકુદરતી સંબંધો, દહેજ સતામણીના આરોપો હેઠળ કેસ હજુ ચાલુ રહેશે. મહત્વની વાત છે કે જો કોઈ વ્યક્તિ જબરદસ્તી અપહરણ કરી વિવાહ કરી લે છે, અને બાદમાં સંબંધ બાંધે છે તો આવા કિસ્સામાં બળત્કાર ગણાશે કે કેમ એ પણ આ ચુકાદા પછી એક પ્રશ્નાર્થ છે.
વૈવાહિક બળાત્કારની વ્યાખ્યા પર ચાલી રહી છે લાંબી ચર્ચા
વૈવાહિક બળાત્કાર અંગે છત્તીસગઢ હાઇકોર્ટનો આ નિર્ણય આવનારા કેસો માટે એક ઉદાહરણ બની શકે છે. આથી આ નિર્ણયને મહત્વનો માનવામાં આવી રહ્યો છે. મહિલા અધિકાર કાર્યકરો લાંબા સમયથી વૈવાહિક બળાત્કાર પર કાયદાની માંગણી કરી રહ્યા છે. જો કે, તેની જટિલતાને કારણે, આ અંગે અત્યાર સુધી કોઈ સર્વસંમતિ જોવા મળી નથી.
એક વર્ગ માને છે કે આવો કાયદો ભારત જેવા પરંપરાગત સમાજમાં નવી સમસ્યા ઉભી કરી શકે છે. આ સિવાય વૈવાહિક બળાત્કારનો નિર્ણય કેવી રીતે થશે તે અંગે પણ સવાલો ઉભા થયા છે.